કપડવંજમા ફેન્સીગ તાલીમ સેન્ટરની શરૂઆત

કપડવંજમા ફેન્સીગ તાલીમ સેન્ટરની શરૂઆત
કપડવંજ કેળવણી મંડળ સંકુલમા સી.એન. વિદ્યાલય ખાતે આજે તા. ૨૮/૦૨/૨૦૨૩ના રોજ ફેન્સીગ ટ્રેનીગ સેન્ટરનુ ઉદઘાટન કરવામા આવ્યુ.
આ પ્રસંગે કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ નીલાબેન પંડ્યા, મંત્રી અનંતભાઇ શાહ, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખભાઇ તવેથીયા, સી.એન. વિદ્યાલયના આચાર્ય પી. વી. પટેલ, મંડળની વિવિધ સંસ્થાઓના વ્યાયામ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિપાબેને જીવનમા રમતગમતના મહત્વને સમજાવી કોઇપણ એક રમત રમવા ખેલાડીઓને અપીલ કરી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખભાઇ તવેથીયાએ ઉપસ્થિત સૌને ઓલમ્પિક રમત ફેન્સીગથી માહિતગાર કર્યા હતા અને ફેન્સીગ ટ્રેનીગ સેન્ટર શરૂ કરવાના સંસ્થાના પગલાને આવકાર્યુ હતુ. સંસ્થાના મંત્રી અનંતભાઇએ જણાવ્યુ હતુ કે, અગાઉ જાહેરાત કરી હતી તે મુજબ કપડવંજના રમતવીરો ઓલમ્પિક રમત ફેન્સીગમા આગળ વધે તે હેતુથી આ ટ્રનીગ સેન્ટર શરૂ કરવામા આવેલ છે. આ તબક્કે તેઓએ સહયોગી સંસ્થા સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમીનો અને ફેન્સીગ એસોસીખશનનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રેનીગ સેન્ટરના ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સી.ઇ.ઓ. મૌલીકભાઇ, સ્પોર્ટસ ઇન્ચાર્જ જીત બહાદુર સારુ અને ફેન્સીગ કોચ આતીફ સૈયદે ભારે જહેમત ઉઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300