દામનગરમાં સ્થાનિક તંત્ર સમસ્યાઓ હલ કરે છે કે વધારે છે…!!?

દામનગરમાં સ્થાનિક તંત્ર સમસ્યાઓ હલ કરે છે કે વધારે છે…!!?
Spread the love

દામનગરમાં સ્થાનિક તંત્ર સમસ્યાઓ હલ કરે છે કે વધારે છે…!!?

પાલિકા ન કરવાનો હોય ત્યાં ગામ બહાર કોના લાભ માં વિકાસ કરે છે ?

દામનગર સરકારમાંથી આવતી ગ્રાન્ટ એટલે પ્રજાના પૈસાનું પાણી થાય એટલે કે ગેરરીતિ થાય……લોકોને વિકાસના પુરે પુરી ફળ મળે નહિ ત્યારે આક્રોશ થાય અથવા તો તંત્રની નીતિ રીતિ સામે સવાલો ઉઠે….થોડો સમય વીતે પછી બધું ભુલાય જાય છે…આવી છે આપણા સમાજની સહન કરવાની શક્તિ અને ભૂલી જવાની આદતો ને કારણે ભ્રષ્ટાચારીઓ ને ખોટા અને નબળા કામ કરવાની વધુ છૂટ મળી હતી હોય છે. દામનગર શહેરમાં જૈન વાડી પાસેથી પસાર થતા રોડ નીચે વર્સો જૂનું નાળું હતું.એમાં ઉન્ડપા અને કોળીવાડ વિસ્તારમાંથી ચોમાસાનું પાણીનો નિકાલ થતો હતો..આ પુરાણુ નાળું હોવા છતાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે કેટલાય ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતું હતું..અનેક ફરિયાદ પછી નગરપાલિકા એ થોડા દિવસ પહેલાં આ નાળાને કાઢી બંને બાજુના રસ્તાની લેવલમાં નાળું ( પુલ જેવું.) કરવાને બદલે ઢાળિયો પુલ,ભૂંગળા વગરનો ( બેઠો પુલ) કરી નાખવામાં આવતા ચોમાસામાં આ જગ્યાએ પાણી ભરાઈ રહેશે અને અવર – જવર કરતા રાહદારીઓ ,વાહન ચાલકો અને આ વિસ્તારના વેપારીઓએ તેમજ રહેવાસીઓને ખુબજ હાલાકી ભોગવવી પડશે….આ વિસ્તારના વોર્ડના સભ્યો કેમ મૌન છે…!! કે કાઈ બોલી શકતા નથી.. પ્રજાને પડતી મુશ્કેલીઓ નીવારવાને બદલે તંત્ર મુશ્કેલીઓ વધારી રહ્યું છે.તો શું આને ભા જ. પ.ના શાસનમાં વિકાસ કહેવાય કે લોટ – પાણી અને લાકડા….જવાબદાર અધિકારી એ ક્યારેય ગામમાં જોયું છે કે ગ્રાંટના રૂપિયાના વિકાસના કામો કેવા થાય છે… કે ઓફિસમાં અને મિટિંગોમાં જ રસ છે..!! ચર્ચાતા સવાલો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230310_112537.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!