ગૌરવંતી ગુજરાતણ અસાધારણ મહિલાઓનું વિશિષ્ટ એવોર્ડ થી સન્માન

ગૌરવંતી ગુજરાતણ અસાધારણ મહિલાઓનું વિશિષ્ટ એવોર્ડ થી સન્માન
Spread the love

“નારી ગૌરવ” વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન ઓરો યુનિવર્સિટી એ 18 ગૌરવંતી ગુજરાતણ અસાધારણ મહિલાઓનું વિશિષ્ટ એવોર્ડ થી સન્માન

સુરત “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે.”
ઘણીવાર પુરૂષો જીવનમાં તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓનો શ્રેય લેવા સક્ષમ હોય છે કારણ કે ઘરની નિઃસ્વાર્થ મહિલાઓએ તેમના અંગત જીવનમાં ઘણું બલિદાન આપીને તેમના માટે માર્ગ મોકળો કરવામાં મદદ કરી હોય છે આવી સુરત સ્થિત ગૌરવંતી ૧૮ ગુજરાતણ નારી રત્નો નું અમેરિકા સ્થિત વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશને ઓરો યુનિવર્સિટી ની સુરત શાખા ખાતે 18 અસાધારણ મહિલાઓને તેમની આટલા વર્ષોની અદ્ભુત સેવાયાત્રા માટે સન્માનિત કર્યા.હતા પદ્મશ્રી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શ્રી મથુરભાઈ સવાણી (ચેરમેન – કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ),શ્રી ભરતભાઈ શાહ (સુરત માનવ સેવા સંઘ ‘છાન્યાડો’) શ્રી દિપકભાઈ ચોકશી (ડી. ખુશભાઈ જ્વેલર્સ) જેવા ઉચિત વ્યક્તિત્વો, પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરો અને ઉદ્યોગપતિઓ, શ્રી અશોકભાઈ ગોયલ (સેવા ફાઉન્ડેશન)શ્રી કેશવભાઈ ગોટી (ગ્લોસ્ટાર ડાયમંડ) શ્રી વિનોદભાઈ અગ્રવાલ (લક્ષ્મી હરી ગ્રુપ), શ્રી નરેશભાઈ ગોધાણી અને શ્રી ભરતભાઈ માંગુકિયા (માનવ સેવા ટ્રસ્ટ) ડૉ. પારુલ વડગામા (રાષ્ટ્રીય જે.ટી. સેક્રેટરી, IMA) અને ડો.મિતાલી ગર્ગ (ચેરપર્સન, વુમન્સ વિંગ, IMA-સુરત) આ મહત્વની ઘટના માટે ‘સ્પેશિયલ ગેસ્ટ’ તરીકે હાજર રહ્યા હતા.શ્રી જશુભાઈ એન. દેસાઈ (પોલીસ અધિક્ષક – લાજપોર સેન્ટ્રલ જેલ)ને આ ઉજવણી માટે ‘મુખ્ય મહેમાન’ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ સામાજિક અને વ્યવસાયિક અગ્રણીઓની પત્નીઓને તેમના જીવનસાથીને તુચ્છ ઘરેલું મુદ્દાઓથી દૂર રાખીને તેમના અપ્રતિમ સમર્થન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી પુરુષ સમકક્ષ સમાજની પ્રગતિ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે ગારીયાધાર ના પરવડી ગામના વતની.16 વર્ષની ઉંમરે સુરત આવી ગયેલા.શરૂઆતનું જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું.તેમના મોટાભાઈ કાંતિભાઈની છત્રછાયા રહી.પછી તેમને કન્સ્ટ્રકશન માં ઝંપલાવ્યું.સારી એવી સફળતા મેળવી.સુરતની તાપીના એવા પુણ્ય તપે છે કે અહીં દરેક સફળ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર ના ઉત્કર્ષ માટે પોતાનું યોગદાન આપતા ભરતભાઈ માગુંકિયા માનવ સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.જ્યાં તેમને અસ્થિર મગજની વ્યક્તિઓનો સેવા યજ્ઞ આરંભયો.2350 જેટલા અસ્થિર મગજની વ્યક્તિઓને પોતાના પરિવાર સાથે મિલાપ કરાવ્યો.સાધુ સંતો અને ગાયોની સેવા કરી.વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરતા રહ્યા.જેના માટે તેમને 168 વખત તેમનું જાહેર સન્માન થયું.ચૂક્યું છે તેવા ભરતભાઈ પોતાની સફળતાનો યશ પોતાની ધર્મપત્ની નીતાબેન માગુંકીયાને આપી ગૌરવ અનુભવે છે.ભરતભાઈ માંગુકિયા ના ધર્મ પત્ની નીતાબેન માંગુકિયા તેમજ મથુરભાઈ સવાણી ના ધર્મ પત્ની ને
ભરતભાઈ શાહ છાંયડો ધર્મ પત્ની ને કેશુભાઈ ગોટી ના ધર્મપત્ની ને ડો પારુલ વડગામાં ને વગેરે ને એવોર્ડ અપાયા જાહેર જીવનની સફળ વ્યક્તિઓની નીતાબેન માંગુકિયા જેવી અનેક સફળ પુરુષો ની પત્નીઓનું બહુ મોટું બલિદાન હોય છે.આ એમનું તપ છે.જેને દંડવત પ્રણામ આવી ૧૮ ગૌરવંતી ગુજરાતણ નું વિશિષ્ટ એવોર્ડ થી અમેરિકા સ્થિત વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન ઓરો યુનિવર્સિટી ની ગુજરાત સુરત શાખા ખાતે કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230311-WA0037.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!