ક્રાંતિવીરોને શહીદ દિને સ્વરાંજલિ

ક્રાંતિવીરોને શહીદ દિને સ્વરાંજલિ
અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપ દ્વારા અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી.
અમરેલીના કોલેજ સર્કલે આવેલ શહીદ સ્મારકે પુષ્પાંજલિ આપી અટલ પાર્ક ખાતે અમરેલીના ઉભરતા યુવા ગાયકો વત્સ મહેતા, પલ્લવી પરમાર અને રાજુલાના ભાવિક સંઘવીએ દેશભક્તિના શૌર્ય સભર ગીતો ગાયને શહીદોને સ્વરાંજલિ અર્પણ કરી હતી.
શીતલ પાર્લરના સ્ટેજ પર યોજાયેલા આ સ્વરાંજલિમાં સેવાભાવી આગેવાનો ભીખુભાઈ જોષી, પૂજાબેન પટેલ, ડૉ. રાજુભાઈ કથિરિયા, મનોજભાઈ વાળા, કૌશિકભાઈ તલાટી, નિરવભાઈ ભુવા, કલામ ઈનોવેટિવ સ્કૂલના કેવલભાઈ ભુવા, ઋષિભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંવેદન ગૃપના સોનલ વિપુલ ભટ્ટી, નીલા દિપક મહેતા, સરસ્વતી મેહુલ વાઝા તથા નેહા સંજય સવાણીએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના ધર્મેન્દ્ર લલાડિયાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300