શિક્ષણ:એક પ્રયોગશાળા

શિક્ષણ:એક પ્રયોગશાળા
Spread the love

શિક્ષણ:એક પ્રયોગશાળા

કુદરત રૂઠે ત્યારે જનજીવન પર બહુ મોટી અસર થાય છે પણ એ જ કુદરત થોડા જ દિવસમાં વળી પરિસ્થિતિ ને થાળે પાડી દે છે. ગમ્મે એટલું મોટું વાવાઝોડું આવે, ધરતીકંપ થાય કે પુર પ્રકોપ થાયય નાની મોટી નુકશાની પણ સહન કરવી પડે છતાં પણ માનવજીવન હિમ્મત હાર્યા વગર જ પરિસ્થિતિ નો સામનો કરી લે છે, ને એમ પણ કુદરત સાથ આપે છે. પણ માનવ સર્જિત ઉભી થયેલી સમસ્યા ને પહોંચી વળવું અતિ કઠિન છે.હાલ ના જ સમય ની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે આપણાં જ તંત્ર દ્વારા થતી ઉથલપાથલ ને કન્ટ્રોલ કોણ કરશે? કોણ સમજાવશે કે અત્યારના આ અવિચારી પગલાઓથી આવનારા સમાજને ખાસ કરી ને ગરીબ ને મધ્યમ વર્ગ માટે કેટલી મોટી નુકશાની સહન કરવી પડશે?
કહેવાય છે કે જે રાષ્ટ્ર માં શિક્ષણમાં અખતરા ચાલુ થાય ત્યારે સમજી લેવું કે એ રાષ્ટ્રનું પતન બહુ નજીક છે.
જ્ઞાનસેતુ, સ્કૂલ ઓફ એક્સલેન્સ કે મોડેલ સ્કૂલ જેવા અતિ આદર્શ નામ આપીને શિક્ષણ વિભાગ બહુ મોટા ફેરફારો સાથે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સામાન્ય જીવનધોરણ ધરાવતી પ્રજા વતી કેટલાક પ્રશ્નો ના જવાબ જોઈએ છે.
*** જ્ઞાનસેતુની પોલિસી પ્રમાણે એક બાળક દીઠખર્ચ પેટે રૂ/-20000 સરકાર આપશે ને પણ privet school ને જ…..તો privet school ને જ કેમ સરકારી કે ગ્રાન્ટેડ શાળા ને કેમ નહિ???

જ્ઞાનસેતુ માં એડમિશન માટે એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, સરકારી શાળાઓ દ્વારા પરીક્ષા લઈને સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા હોંશિયાર વિદ્યાર્થીઓ ને જ્ઞાનસેતુમાં મોકલે…એવું સરકાર ઈચ્છે છે. તો શું સરકારી શિક્ષકો કે જે એક સમયે પોતાની પૂરતી લાયકાત ધરાવતા હોવાની ખાતરી આપ્યા પછી સરકારે જ એને પસંદ કર્યા છે આજે એ જ સરકાર એ શિક્ષકોના હાથમાં જબરદસ્તી કુહાડો પકડાવીને ખુદ ના જ પગ પર મારવા મજબુર કેમ કરે છે???

સરકાર બાળક દીઠ 20000 રૂપિયાની મદદ અમુક વરસ જ કરશે ને પછી ધીમે ધીમે શિક્ષણ વિભાગ અંબાણી કે અદાણીની જાગીર બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. જેવું એ લોકોના હાથમાં જશે એટલે જીઓ ના નેટ ની જેન પહેલા ફ્રી ને આદત પડ્યા પછી મસ મોટો વધારો કરશે, તો રીતે શિક્ષણનું ખાનગીકરણ કરવાથી સામાન્ય માધ્યમ વર્ગ કે ગરીબીરેખા નીચે જીવતા વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ કેવી રીતે આપી શકશે???

શિક્ષણ અને આરોગ્ય સમાજને સાવ ફ્રી નહિ પણ નજીવા દામે મળવું જોઈએ કારણ કે બન્નેને સાચવવું કે સાંભળવું માનવજીવનના ઉત્થાન માટે બહુ જરૂરી છે. એનો વેપાર ન હોય. શિક્ષણ ને આરોગ્ય આ બન્ને માટે માણસ મજબુર થઈને ખર્ચ કરે છે. વ્યાજે પૈસા લઈને ખર્ચ કરે છે. જાય તો ક્યાં જાય બિચારો માણસ…???

લાગે છે હવે સમય home schooling નો આવી રહ્યો છે. એક પણ શાળામાં એડમિશન લીધા વિના, ક્યાંય એનરોલમેન્ટ મેળવ્યા વગર બાળકને કૌશલ્યવાન બનાવવા માટે વિચારવું પડશે આ સમાજે. એમ પણ કલાસરૂમમાં જે ગણિત ભણાવાય છે એ વ્યવહારુ જિંદગીમાં ક્યાંય કામમાં આવતું નથી. વર્ષો નાદ શિક્ષણ એ સાબિત નથી કરી શક્યું કે ગુરુત્વાકર્ષણ નો નિયમ ન્યુટને શોધ્યો છે કે ઓળખ્યો છે? તો એ વિજ્ઞાન શુકામ ભણવું જોઈએ…વિજ્ઞાન અનુભવ નો વિષય છે વાંચવાનો કે ગોખવાનો નહિ. જન્મથી માતૃભાષાની ગોદડીમાં રમનારને અક્ષર જ્ઞાન આપ્યા પહેલા જ 2000 થી વધુ શબ્દો બોલનાર જ્યારે એન્જીનિયર બને ત્યારે ક્યાંય શીખરણી છંદ કામ માં આવતો નથી. આખરે સુખ શાંતિની ઝંખના કરનારા માનવને સતત વ્યગ્ર બનાવવાનું કામ કરનારી આ નવી નવી સરકારી પોલીસી કાઈ તરફ લઈ જવા ઈચ્છે છે એ જ સમજાતું નથી.

પારુલ મનન બડમલિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230418-WA0002-0.jpg IMG-20230418-WA0001-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!