કંજરી ગામે અજાણ્યા યુવક ના બે હાથ બાંધી હત્યા કરી ફેંકી દેવાયેલી હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર.

હાલોલ તાલુકાના કંજરી ગામ ખાતે એક ખેતરમાં અજાણ્યા યુવકના બે હાથ બાંધી રહસ્યમય
હત્યા કરી ફેંકી દેવાયેલ મુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ વ્યક્તિ કોણ છે ક્યાંનો છે તેની તપાસ પોલીસ કરી રહેલ છે. આ અજાણ્યા યુવકની લાસ મળી આવતા ચોકી ગયા હતા વધુમાં આ યુવક ની લાસ ના સમાચાર વાયુવેગે
પસારતા આ અજાણ્યા લાસ ને જોવા ગરમજનો ઉમટી આવ્યા હતાં. કંજરી ગામના એક ખેતરમાં લાશની તપાસ અર્થે હાલોલ D.Y.S.P, જિલ્લા LCB, SOG અને સમગ્ર જિલ્લાની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાસને કોડન કરી સ્થાનિક રહીશો ને પૂછ તાછ કરી પરંતુ મરનાર યુવકને કોઈ ઓળખ ન થતા મુતદેહ ને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300