બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતભાઈઓ પોતાની પ્રાકૃતિક ખેત પેદાશનું બે દિવસ વેચાણ કરી શકશે
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સારંગપુર ખાતે બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતભાઈઓ પોતાની પ્રાકૃતિક ખેત પેદાશનું બે દિવસ વેચાણ કરી શકશે
આથી બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતમિત્રોને જણાવવાનું કે માન. પ્રધાનમંત્રીશ્રીના આહ્વાન મુજબ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ વ્યવસ્થાની ઝુંબેશ આત્મા યોજના, બોટાદ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને આગામી તા. 29-30/04/2023, શનિવાર તથા રવિવાર એમ બે દિવસ માટે સવારે 8:00 કલાકથી આત્મા યોજના તથા જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત મિત્રો માટે પોતાની પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સારંગપુર ખાતે કરવામાં આવેલ છે. તો બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતભાઈઓને પોતાની પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે આ વેચાણ વ્યવસ્થાનો લાભ લેવા આથી જણાવવામાં આવે છે. સ્ટોલની સંખ્યા મર્યાદિત હોવાથી તેની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે તથા તેની પૂર્વ નોંધણી C/3/21, પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી-આત્મા, બોટાદની કચેરી, બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે કરાવવા જણાવવામાં આવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300