જુનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ઠંડી છાશનું વિતરણ

જુનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ઠંડી છાશનું વિતરણ
શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા આયોજીત તા.૦૭|૦૫|૨૦૨૩ ને રવિવારનાં રોજ આઝાદ ચોક – જુનાગઢ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી માં અને આકરાં તાપમાં તમામ નાગરીકોને ઠંડક મળે એ હેતુથી વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ છાશ વિતરણ નું ઉદ્ઘાટન જુનાગઢ નાં સામાજીક આગેવાનો નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફુલ ઠંડી છાશ નો લાભ અંદાજે 1300 નાગરિકોએ લીઘો હતો. આ છાશ વિતરણ નાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેમાં N.S.P. ગૃપ જુનાગઢ નાં સ્થાપક અને અધ્યક્ષ શ્રી ચંદુભાઈ લોઢીયા, સમાજ સેવક શ્રી બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, સમજુભાઈ સોલંકી, ઠાકોર સમાજ – રાજકોટ નાં પ્રમુખ હિતેષભાઈ ઠાકોર, રમણીકભાઈ ચલ્લા, અરવિંદભાઈ મારડીયા, વ્રજલાલભાઈ ધકાણ, હરસુખભાઈ પાલા, જયશ્રીબેન ગાલોરીયા, ઈન્દુબેન ખાણદર, કમળાબેન ત્રિવેદી, રમીલાબેન ઘુચલા, સીમાબેન મકવાણા, રોશનીબેન ઘુચલા, વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ છાશ વિતરણ નાં પ્રસંગે બહારગામ નાં નામી અનામી દાતાશ્રીઓ તેમજ જુનાગઢ નાં નામી અનામી દાતાશ્રીઓ નો પુરેપુરો સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા સંસ્થા નાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલા એ જહેમત ઉઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300