૭૫ કલાકારોનો ત્રિદિવસીય જાજરમાન ગુણિયલ ગુજરાતી ‘ગઝલોત્સવ’ યોજાશે

૭૫ કલાકારોનો ત્રિદિવસીય જાજરમાન ગુણિયલ ગુજરાતી ‘ગઝલોત્સવ’ યોજાશે
Spread the love

૭૫ કલાકારોનો ત્રિદિવસીય જાજરમાન ગુણિયલ ગુજરાતી ‘ગઝલોત્સવ’ યોજાશે

શબ્દશ્રી દ્વારા તા. ૧૨, ૧૩, ૧૪ મે ૨૦૨૩ ના રોજ રાત્રે ૯.૦૦ કલાકે એચ. કે. કૉલેજના હોલમાં ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ૭૫ જાણીતા કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરશે. મોરારિબાપુના આશીર્વચનથી આરંભાયેલ આ ‘ગઝલોત્સવ’નું સાતમું વર્ષ છે. ગઝલને સંગીત-સાહિત્ય, નૃત્ય-નાટક એમ વિવિધ આયામથી રજૂ કરવાનો યત્ન છે. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કરશે. સમાપન સુખ્યાત શિક્ષણવિદ, લેખક મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ કરશે.
કાજલ ઓઝા-વૈદ્ય, આર.જે. દેવકી, આર. જે. ધ્વનિત, દલપત પઢિયાર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રમેશ ચૌહાણ, જિતેન્દ્ર જોશી, રમેશ ઠક્કર, અશોક ચાવડા, રક્ષા શુક્લ, જિગર ઠક્કર, મુકેશ જોશી, હરદ્વાર ગોસ્વામી ઇત્યાદિ રજૂઆત કરશે.
સદીના સર્વશ્રેષ્ઠ શાયર મરીઝના જીવન-કવન આધારિત સદીનું સર્વશ્રેષ્ઠ નાટક ‘મરીઝ’
કલાકારોના કાફલા સાથે ભજવાશે. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર ધર્મેન્દ્ર ગોહિલ અભિનિત અને મનોજ શાહ દિગ્દર્શિત આ નાટકમાં સંગીત ઉદય મજુમદારે આપ્યું છે. કલા ગુલામ મહોમ્મદ શેખની છે. સનત વ્યાસ, દયાશંકર પાંડે, ચિરાગ વોરા ઈત્યાદિ અવાજના અજવાળાં પાથરશે.
શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, નયન પંચોલી, માયા દીપક, ડૉ. ફાલ્ગુની શશાંક, ઊર્મિશ મહેતા- વૈશાલી મહેતા, પ્રથા ખાંડેકર, ડૉ. કૃતિ મેઘનાથી ઈત્યાદિ ગાયકો પોતાની ગાયકી રજૂ કરશે.ઓસ્કાર સન્માનિત ફિલ્મ આર. આર. આર.ના પાર્શ્વગાયિકા રાગ પટેલ અને રણવીર કપૂર અભિનિત ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના સારંગીવાદક, ગાયક વનરાજ શાસ્ત્રીનું સ્પેશિયલ પરફોર્મન્સ રહેશે. સુપ્રસિદ્ધ સંગીતકાર મયુર દવે સંકલન કરશે. પ્રવેશ માટે મોબાઈલ ૯૮૭૯૨૪૮૪૮૪ સંપર્ક કરશો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!