પાટનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રૂટ પર પરિભ્રમણ કરશે

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની આ વખતે 39મી રથયાત્રા 20મી જુનના રોજ નીકળવાની છે. જો કે ગાંધીનગરમાં ચાલતાં વિકાસના કામોને લઈને નિયત રૂટ ટૂંકાવી દેવાના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. જેનાં પગલે હવે વર્ષોના પરંપરાગત રૂટમાં મહદઅંશે આંશિક ફેરફાર કરીને 31 કિ.મી.ની રથયાત્રા કાઢવાનો સમિતિએ નિર્ણય કર્યો છે. પાટનગર ગાંધીનગરમાં 1985થી મહદઅંશે નિયત થયેલા પરંપરાગત માર્ગ ઉપરથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના પરિભ્રમણનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે 20 જુન અષાઢી બીજના દિવસે ગાંધીનગરમાં 39 મી રથયાત્રાનો રૂટ ટૂંકાવી દેવામાં આવતા ભક્તોમાં સમિતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. ગાંધીનગર માં ચાલતાં મેટ્રો રેલ તેમજ પાણી ગટરની પાઈપ લાઈનોનાં ચાલતાં વિકાસના કામોને લઈ સમિતિએ રૂટ ટૂંકાવી દીધો હતો.
રથયાત્રાનો પરંપરાગત માર્ગ યથાવત રાખવાનો પ્રયાસ કરીને રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી પંચદેવ મંદિરથી પ્રયાણ કરી સેક્ટર 22 શોપિંગ સેન્ટર, વિદ્યાભારતી, 17/22 બસ સ્ટેન્ડ, સેક્ટર 17 શોપિંગ સેન્ટર, શ્રી હનુમાનજી મંદિરથી સેક્ટર 16 ગાંધીનગર નાગરિક બેંકથી સેક્ટર 16 ના મુખ્ય શોપિંગ સેન્ટર, શ્રી બાલાજી મંદિર જમણી બાજુથી વળીને બ્ર્હ્મ સમાજ ભવન (શ્રી સોમનાથ મહાદેવ) ડાબી બાજુ વળીને “ગ” રોડ પરના અન્ડરબ્રીજથી પસાર થઈ સેકટર 12/13 (ખોદકામ ચાલુ હોવાથી ફેરફાર) સેક્ટર 12 માં શોપિંગ સેન્ટર સરકારી જનરલ હોસ્પિટલની પાછળના માર્ગેથી સેક્ટર 6 માં પ્રવેશ, શ્રી ભૂનેશ્વરી માતાના મંદિર, શ્રી રોહિતદાસ સમાજ/મંદિરથી (માત્ર ભગવાન જગન્નાથજીનો રથ પરંપરાગત મુજબ), શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરથી આગળ વધશે.
ત્યારબાદ સેક્ટર 6/3 રોડથી “ઘ-2” ના સર્કલ, સેક્ટર 7 ભારત માતા મંદિર – શોપિંગ સેન્ટર – “ચ” રોડ ઉપરથી સેક્ટર 8 માં પ્રવેશ – સેક્ટર 8 શોપિંગ સેન્ટરથી માઉન્ટૂ કાર્મેલ સ્કુલ પછી ડાબી બાજુ વળીને “ચ-૩” સર્કલથી “ચ” રોડ ઉપર જમણી બાજુ પ્રયાણ, (મેટ્રો રેલની કામગીરીને કારણે, પરંપરા મુજબ પોલીસ ભવન નજીક રથયાત્રાનું પ્રયાણ શક્ય ન હોવાથી) ગાંધીનગર જીલ્લા પંચાયત કચેરીની સામે જમણી બાજુ વળીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – સચિવાલય ગેટ નંબર 1 ના સામેના માર્ગ ઉપર થઈને સેક્ટર 19 ના “ક” ટાઈપના મકાનો સામેના માર્ગ ઉપરથી પ્રયાણ કરીને ડાબી બાજુથી સેક્ટર 19 માં પ્રવેશ – સેક્ટર 19 શોપિંગ સેન્ટરથી સેક્ટર 20 – અક્ષરધામની પાછળની દિવાલથી ડાબી બાજુ સેક્ટર 20 શોપિંગ સેન્ટરથી આગળ વધી 6 નંબરના રોડ ઉપરથી સેક્ટર 30 માં પ્રવેશ – ગુરુદ્વારા – સેક્ટર 30 શોપિંગ સેન્ટર થશે.
સેક્ટર 30+થી જુની આરટીઓ કચેરી તરફથી સેક્ટર 29/30 તરફ – સેક્ટર 29 માં શ્રી જલારામ ધામ ખાતે વિસામો – સેક્ટર 28/29 થી સેક્ટર 28 બાલોધ્યાન પાસેના માર્ગ ઉપરથી શ્રી દત્ત મંદિર ચાર રસ્તા ઉપર જમણી બાજુ વળી ને કોલવડાનગર સોસાયટી – વરીયા સમાજ ભવન – સેક્ટર 27/28 થઈને સેક્ટર 27 માં પ્રવેશ કરી રાજ્ય અનામત દળ (એસ.આર.પી.) જુથ 12 ના કંપાઉન્ડમાં શ્રી મહાદેવજી મંદિર – જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી થી બહાર નીકળી ડાબી બાજુ થઈને સેક્ટર 27 તરફ પ્રયાણ – શિવ શક્તિ મંદિર સેક્ટર 27 નજીકના રોડ પરથી એરફોર્સ વોચ ટાવર નજીકથી જુના સાંઈ બાબા મંદિરથી જમણી બાજુથી “ખ 6” સર્કલથી ડાબી બાજુથી સેક્ટર 24 માં પ્રવેશ કરશે.
ત્યારબાદ સેક્ટર 24 – ચંદ્ર ફોટો સ્ટુડીયો પછી જમણી બાજુ વળી શાક માર્કેટ-ભારતનગર થઈને ડાબી બાજુ આઈ.ટી.આઈ. આવતાં ડાબી બાજુ વળી – “ગ 5” સર્કલ આવતાં ફરી ડાબી બાજુ વળી સેકટર 23/24થી જમણી બાજુએથી સેક્ટર 23 માં પ્રવેશ – શ્રી સ્વામીનારાયણ મંદિર – શોપિંગ સેન્ટર – કડી સર્વ વિદ્યાલય – સેક્ટર 22 આયુર્વેદ હોસ્પીટલ પહેલાં ડાબી બાજુ પોલીસ ચોકી રોડ ઉપર – 22/29 ચીપ ટાઈપ શોપિંગથી થઈને “ચ 6” સર્કલ (માત્ર ભગવાન શ્રી જગન્નાથજીનો રથ વૈજનાથ મહાદેવ) થી આગળ વધી 21/30 થી સેક્ટર 21 માં પ્રવેશ કરી – પુસ્તકાલય – શાકમાર્કેટ – શ્રી અંબાજી મંદિર સેક્ટર 21 થઈને સેક્ટર 22 ખાતે નિજ મંદિર (પંચદેવ મંદિર) પરત ફરશે.