ગુજકોમાસોલની પ્રગતિની સફર : 1626.94 કરોડમાંથી 4700 કરોડની ઉંચાઈએ પહોંચાડતા દિલીપ સંઘાણી

- સંસ્થાની માહિતી અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દિલીપ સંઘાણી
- આ તકે વાઈસ ચેરમેન બીપીનભાઈ પટેલ, સીઈઓ દિનેશભાઈ સુથારની ઉપસ્થિતિ
તા. 17-07-2017ના રોજ ફેડરેશનની ચૂંટણી થઈ અને માન. ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ સંસ્થાનું કામકાજ સંભાળ્યું. વર્ષ 2017માં ચાર્જ સંભાળ્યા બાદ આજદિન સુધી થયેલ કામગીરીનું તુલનાત્મક વિવરણ કર્યું હતું. અગાઉના વર્ષ 2016-17માં ગુજકોમાસોલનું ટર્નઓવર 1626.94 કરોડ હતું. જે દિલીપભાઈ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી ચાલુ વર્ષ 2022-23 સુધી 4700 કરોડ સુધી વધારેલ છે. અગાઉના વર્ષોમાં 12 ટકાથી 15 ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવતું જે દિલીપભાઈ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી છેલ્લા ચાર વર્ષથી 22 ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે.