લ્યો… બોલો આઝાદીના ૭૬ વર્ષ બાદ પણ પીવાના પાણી માટે વલખાં શું આઝાદ ભારત દેશના આ લોકો નાગરીક છે કે કેમ !

- ઢોરઢાંખર સહિતના અબાલ પશુઓ તેમાંથી જ પીવે
- ખુલ્લા ખાડામાં જીવજંતુ પડવાથી પાણી દુષિત ગંદું પાણી આરોગ્ય માટે નુકશાન કારક
- ડુંગળોમાંથી પસાર થતી ખાંડીમાં એક બે ફૂટ જેટલો ઉંડો ખાડો ખોદીને પાણી કાઢી પીવે છે
- ગ્રામજનો પાણીની સમસ્યાને લઈ તંત્રના જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજુઆત માંગણીઓ કરી
- અમારે લગ્નપ્રસંગ કરવો હોય તો પહેલાં છોકરી વાળા પાણીની જ વાત કાઢે પાણીની તકલીફોના લીધે છોકરીઓ આપતાં વિચારે છે કોઈ પ્રસંગ કરવો હોય તો અમને પહેલા પાણી યાદ આવે કે શું કરીશું
- લોકતાંત્રિક દેશમાં કપડી દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારવા લાચાર અદિવાસી પરિવારોની દાસ્તાનીક હકીકતનો ચિતાર સરકાર અને તંત્રને આ અર્પણ કરીએ છે
- તંત્રને પાણીની વ્યવસ્થા કરી આપવા રજુઆતો કરી છે જો પાણી વ્યવસ્થા કરવામાં નહિ આવે એટલે જવાદાર અધિકરીઓની ઓફિસમાં મહિલાઓ સાથે પાણીના ડેગળા લઈને જઈશું
નર્મદા જિલ્લાના ગરૂડેશ્ર્વર તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગળ વિસ્તારનાં ધીરખાડી ગામના કોડવાઈ ફળિયાના ગ્રામજનોને જાણે આઝાદી પ્રાપ્ત થઈ છે કે કેમ તે સમજમાં આવતું નથી શું આ ગ્રામજનોની વાસ્તવિક જોતાં એવું લાગે છે કે ખરેખર આ આઝાદ ભારત દેશનાં નાગરિક છે ખરા ? દેશને આઝાદી મળ્યાં ને ૭૬ વર્ષ વિત્યા આપણે આપણા દેશનો સ્વતંત્ર પર્વની ઊજવણી રંગેચંગે ધામધુમતી ઉજવણી કરીએ છે પરંતુ આઝાદ ભારત દેશના નાગરિકોની અહીં વાસ્તવિકતા કઈક અલગ જ દેખવા મળી રહી છે અહીંના ગામ લોકો પોતાના માટે જીવન જરૂરી જીવવા પુંરતી પ્રાથમિક સુવિધાઓ મેળવવા આજે પણ ઝઝુમી રહ્યાં છે સરકારની તમામ યોજનાઓ અહીં નિષ્ફળ નિવડતા વંચિત રહ્યાં છે ગ્રામજનોએ તંત્રના જવાબદાર અધિકારીઓ ને લેખિતમાં રજુઆતો કરી પોતાના ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવે તેવી માંગણીઓ કરી છે પાણી માટે સંધર્ષ કરી ઝઝુમતા ગ્રામજનોમાં ભારે રોષ આક્રોશ જોવા મળી રહ્યો છે.
ધીરખાડી ગામના કોડવાઈ ફળિયાંના આઝાદ ભારત દેશના ગ્રામજનોની વેદનાની વાત કરીએ તો આ ફળિયાંની ૧૫૦ જેટલી વસ્તી આવેલ છે ફળિયામાં ૧૫ જેટલાં ધરો આવેલા છે એક બીજાના ધરે જવાના રસ્તાઓ હાલમાં પણ કાચા આવેલ છે ગામ સાથે જોડાયેલ મુખ્ય રસ્તો પણ આજે કાચો છે પીવાના પાણીની મોટી વાત કરી એ તો આ ફળિયાના લોકો પોતાને જીવવા પુરતું પાણીની શોધમાં દર દર ભટકી રહ્યાં છે એક ડુંગળોમાંથી પસાર થતી ખાંડીમાં એક બે ફૂટ જેટલો ઉંડો ખાડો ખોદીને તેમાંથી પાણી કાઢી પાણી પીવા મજબુર લાચાર થઈ પડ્યા છે તેમના ઢોરઢાંખર સહિતના અંબાલ પશુઓને પણ તેમાંથી જ પાણી પીવડાવે છે પરતું ઉનાળાના છેલ્લા મહિનામાં પડતાં ધોમધખતા તાપમાં નદી,નાળા-ખાડા,કુવામાઓમાંનું પાણી સદંતર સુકાઈ જતું હોય છે ત્યારે આ સમયોમાં અહીંના લોકોની કપડી પરિસ્થિતિનું નિર્માણ ઉભું થાય છે.
ગામ લોકોએ જે ખોદેલ ખુલ્લા ખાડામાંથી પીવાના પાણી માટે વપરાશ કરી રહ્યાં છે તે ખુલ્લા ખાડાંમાં જીવજંતુ પડવાથી પાણી દુષિત ગંદુ ખરાબ પાણી પીવાથી આરોગ્યને માટે પણ નુકશાન કારક બની શકે છે તેમના આરોગ્યના સ્વાસ્થ્ય સામે એક મોટો સવાલ પડકારરૂપ ઉભો થઈ રહ્યો*અહીના આદિવાસી લોકો ચોમાસા આધારિત ખેતી પર જીવન નિર્માહન કરી નભે છે ચોમાસાની ઋતુમાં જ ખાવા પુરતી ખેતી કરી અનાજ પકવી લેતાં હોય છે ખાસ વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમથી માત્ર ૫ કિલોમીટરની અંતરમાં જ આ ગામ આવેલ છે તેમ છતાં પાણીથી વંચિત કેમ છે ? વિશ્ર્વની ફલક પર નામના ખ્યાતી પામેલ વિશ્ર્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓને ફરવા માટે અવનવા પ્રોજેકટ લાવી વિકાસના નામે કરોડો રૂપિયાનો આંધણ ધુમાડો કરવામાં આવી રહ્યો છે જ્યારે અહીના નજીકના ગામડાઓની સ્થિતી હાલત અત્યંત દયનીય છે .
આસપાસના ગામડાઓના લોકો જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ મેળવવા આજે પણ સંધર્ષ કરી ઝઝૂમી રહ્યા છે કોડવાઈ ફળિયામાં સરકારની ધર ધર નલ સે જળ યોજનાનું પાણીનું ટીપું તો શું એકે નળ કે પાઈપો જોવા મળતી નથી, આંતરિક પાકાં રસ્તાઓ નથી, પીવાના પાણી માટે એકેય બોર કે હેન્ડપંપ આવેલ નથી,પાણીની ટાંકી સહિતની અન્ય કોઈ જ વસ્તુંઓ નજરે પડતી નથી અહીં વિકાસના નામનો શુન્યનો ફુગ્ગો ફુટી એ સાબિત કરી આપે છે કે સરકાર છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પોહચે તેની કેટલી દરકરાર કરતી જોવા મળી રહી છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્ર્વાસની વાતો કેટલીક પોકળ સાબિત થતી દેખાઈ રહી છે કરોડો રૂપિયાઓનું આયોજનો તાલુકા,જિલ્લામાં વિકાસના કામોનું ચુંટાયેલા પ્રતિનિધિ નેતાઓની હાજરીઓમાં કરવામાં આવે છે ત્યારબાદ વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી કરી કરોડો રૂપિયાઓનું આંધણ ધુમાડો થઈ રહ્યો છે તેમ છતાંય આદિવાસીઓના ગામડાઓની સ્થિતી કેમ બદલાતી નથી ?
આદિવાસીઓના ગામડાં વિકાસના ફળથી કેમ ઝૂઝ દુર રહ્યાં છે આદિવાસીઓના વિકાસ નામે અનેક ગ્રાન્ટો આવે છે પરંતુ ક્યાં વપરાય છે કોન ચાવ કરી જાય છે? કોના કિસ્સા કોના પેટ ભરાય છે તે સમજાતું નથી ફક્ત કાગળના ઘોડા કાગળ પર જ નથી દોડતાં ને જે એક તલસ્પર્શી તપાસનો વિષય બની રહ્યો છે આદિવાસી ઓના નામે કરોડો રૂપિયાઓનો ધુમાડો આંધણ થઈ રહ્યો છે તેમ છતાં આદિવાસી ગામડાઓ આજે પણ પ્રાથમિક જીવન જરૂરી પાયાની સુવિધાઓ મેળવવાથી વંચિત કેમ રહ્યાં છે લોકતાંત્રિક દેશમાં કપડી દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારવા લાચાર અદિવાસી પરિવારોની દાસ્તાનીક હકીકતનો ચિતાર સરકાર અને તંત્રને આ અર્પણ કરીએ છે લોકતાંત્રિક દેશમાં ગરીબ આદિવાસી પરિવારોની દોઝગની સ્થિતી એ એક મોટો સવાલ લોકતાંત્રિક દેશ સામે ઉભો કરી સરકાર અને તંત્રને નરમસ્ત શરમાવે તેમ છે.
- ચોમાસામાં ખાડામાંનું પાણી ગદું ડોરું થઈ જાય પીવા લાયક પણ રહેતું નથી શું કરવાનું અમારે ના છૂટકે એવું પાણી પીવું પડે આઝાદી મળી હોય તેવું કંઈ લાગતું નથી અમારા ત્યાં કોઈ જ વિકાસ થયો નથી
- અમારે લગ્નપ્રસંગ કરવો હોય તો પહેલાં છોકરી વાળા પાણીની જ વાત કાઢે પાણીની તકલીફોના લીધે છોકરીઓ આપતાં વિચારે છે કોઈ પ્રસંગ કરવો હોય તો અમને પહેલા પાણી યાદ આવે કે શું કરીશું
- તંત્રને પાણીની વ્યવસ્થા કરી આપવા રજુઆતો કરી છે જો પાણી વ્યવસ્થા કરવામાં નહિ આવે એટલે જવાદાર અધિકરીઓની ઓફિસમાં મહિલાઓ સાથે પાણીના ડેગળા લઈને જઈશું
ગામનાં આગેવાન રમેશભાઈ મંછાભાઈ વસાવા તથા ખુમાનભાઈ દમણીયાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે અમારા બાપ દાદાઓથી જ અહીં વસવાટ કરી ખેતી કરી જીવન ગુજારીએ છે અમારા બાપ દાદાઓ અમે જે તકલીફો વેઠીએ છે તેજ તકલીફોનો ભોગ બન્યાં છે અમારા બાપ દાદાઓ દરેક ચૂંટણીઓમાં મતદાન કરતા હવે આજે અમે મતદાન કરીએ છીએ છતાંય અમારી પરિસ્થિતિ માં કોઈ બદલાવ નથી અમારે દરેક સમસ્યા નડે તેમછતા તેની સામે લડીને જીવન પસાર કરવું પડે છે. ચોમાસામાં ખાડામાંનું પાણી ગદું ડોરું થઈ જાય પીવા લાયક પણ રહેતું નથી શું કરવાનું અમારે ના છૂટકે એવું પાણી પીવું પડે છે.
આઝાદી મળી હોય તેવું કંઈ લાગતું નથી દેશનો વિકાસ થયો હશે અમારા ત્યાં કોઈ જ વિકાસ થયો નથી અમારે લગ્નપ્રસંગ કરવો હોય તો પહેલાં છોકરી વાળા પાણીની જ વાત કાઢે પાણીની તકલીફોના લીધે છોકરીઓ આપતાં વિચારે છે કોઈ સામાજીક પ્રસંગ કરવો હોય તો અમને પહેલા પાણી યાદ આવે કે શું કરીશું તંત્રને પાણીની વ્યવસ્થા કરી આપવા રજુઆતો કરી છે. જો પાણી વ્યવસ્થા કરવામાં નહિ આવે એટલે જવાદાર અધિકરીઓની ઓફિસમાં મહિલાઓ સાથે પાણીના ડેગળા લઈને જઈશું.
રિપોર્ટ : વિપુલ ડાંગી, રાજપીપલા