પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે…!

પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે…!
Spread the love

આ દ્રશ્યમાન જગતને બનાવનાર, ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે. બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્યે યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને આ મિશન સદગુરૂ કહે છે. સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્તય થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કેઃસાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.

ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી. હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય,ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે,પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.

તમામ વસ્તુઓ આરંભમાં નિરાકાર વચ્ચે થોડા સમયના માટે સાકાર અને પછી અંતમાં નિરાકાર જ હોય છે. નિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં વ્યાપ્ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્ટિની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્ટિનો માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી.એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં છુપાયેલા છે.સર્વવ્યા૫ક..તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ પ્રાણીઓમાં નિવાસ છે.તે સાક્ષી..ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્દષ્ટિથી ભિન્ન ભિન્ન પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે.

જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ“તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિ‍ને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી..એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્મા તત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ. આનો અર્થ એ છે કે દરેક ઘટમાં ૫રમાત્માનો વાસ છે તેથી દરેક ઘટમાં ૫રમાત્માનાં દર્શન કરીને નમસ્કાર કરવા જોઇએ,કારણ કે આ નિરાકાર પ્રભુ ૫રમાત્માની પૂજા થઇ શકતી નથી,તેમની પૂજા અમે સાકાર રૂ૫માં જ કરી શકીએ છીએ, જેમ કે પ્રકાશની પૂજા ત્યારે જ થઇ શકે છે કે જ્યારે તેને પ્રગટ કરવાનાં સાધન દીવો અને વાટ હાજર હોય ! અમે જો પ્રકાશને પ્રગટ કરવાનું ઇચ્છતા હોઇએ તો દિ૫કનો સહારો લેવો ૫ડે છે..૫રંતુ પ્રકાશ અલગ છેદિ૫ક અલગ છે.જેમકે આત્મા અલગ છે.

શરીર અલગ છે. શરીરનું મૃત્યુ થાય છે ૫રંતુ આત્માનું મૃત્યુ થતું નથી.જ્યારે અમે પ્રણામ કરીએ છીએ ત્યારે શરીરને નહી,પરંતુ ઇશ્વરના અંશ આત્માને પ્રણામ કરીએ છીએ. જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે,તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્ટ્રિથી જોઇ શકાય છે. ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…? જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.

જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે. બ્રહ્મ અવિનાશી અમૃત,શાશ્વત ધર્મ અને એકાંતિક સુખનો આશ્રય હું જ છું.(ગીતાઃ૧૪/૨૭) જેવી રીતે સળગતો અગ્નિ અને કાષ્ટ વગેરેમાં રહેવાવાળો અગ્નિ નિરાકાર છે.આ અગ્નિનાં બે રૂપો છે પરંતુ તત્વતઃ અગ્નિ એક જ છે તેવી જ રીતે ૫રમાત્મા (સદગુરૂ-સંત) સાકાર રૂપે છે અને બ્રહ્મ નિરાકારરૂપે છે. આ બે રૂપો સાધકોની ઉપાસનાની દ્દષ્ટ્રિ એ છે,પરંતુ તત્વતઃ ૫રમાત્મા અને બ્રહ્મ બે નહી પરંતુ એક જ છે.જેવી રીતે ભોજનમાં એક સુગંધ હોય છે અને એક સ્વાદ હોય છે.

નાસિકાની દ્દષ્ટ્રિુએ સુગંધ હોય છે અને રસનાની દ્દષ્ટ્રિએ સ્વાદ હોય છે, પરંતુ ભોજન તો એક જ હોય છે,એવી જ રીતે જ્ઞાનની દ્દષ્ટ્રિ એ બ્રહ્મ છે અને ભક્તિની દ્દષ્ટ્રિ એ ભગવાન છે પરંતુ તત્વતઃ ભગવાન (અવતાર-સદગુરૂ-સંત) અને બ્રહ્મ એક જ છે. જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટાિ સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.

શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.(૧૩/૧૩) પ્રભુનો અનન્ય ભક્ત એ છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ કરે છે અને તેમને પ્રભુનું સ્વરૂ૫ સમજીને તમામનો સત્કાર કરે છે. સંસારના તમામ માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા કરે છે. અર્જુને કહ્યું કે હે મહાત્મન..આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા તમામ દિશાઓ એક આપનાથી જ પરીપૂર્ણ છે. (ગીતાઃ૧૧/૨૦) એટલે આકાશમાં નિરાકાર પ્રભુ ૫રમાત્માને જોવા (દર્શન કરવું) જ્ઞાન છે. (સંકલન : સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી)

નિરાકાર પરમાત્માને રમવાની “ઈચ્છા” થઇ.પરમાત્માને “માયા” નો સ્પર્શ થયો એટલે “સંકલ્પ” થયો કે હું એકમાંથી અનેક થાઉં ત્યારે ‘પ્રકૃતિ અને પુરુષ’નું જોડું ઉત્પન્ન થયું. ‘પ્રકૃતિ-પુરૂષ’ માંથી-મહત તત્વ (બુદ્ધિ) અને ‘મહત્ તત્વ’ માંથી ‘અહંકાર’ ઉત્પન્ન થયો.અહંકારના ત્રણ પ્રકાર છે વૈકારીક (સાત્વિક), ભૂતાદિ (તામસિક) અને તેજસ (રાજસિક). પાંચ તન્માત્રાઓમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઇ પણ આ બધાં તત્વો કંઈ ક્રિયા કરી શક્યાં નહિ એટલે તે એક એક તત્વમાં પ્રભુ એ પ્રવેશ કર્યો. પાંચ તન્માત્રાઓ રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ પંચમહાભૂત આકાશ વાયુ પૃથ્વી તેજ જળ.આ જ વસ્તુને વધુ સરળતાથી ઉદાહરણથી સમજાવવા ભાગવતમાં કહે છે. રામાયણમાં જનકરાજા વિશ્વામિત્રને કહે છે કે આજ સુધી હું નિરાકાર બ્રહ્મનુ ચિંતન કરતો હતો.મને હવે થાય છે કે નિરાકાર નહિ પણ નરાકાર(નર-આકાર) રામનું ધ્યાન કરૂં.રામજીને જોયાં પછી મારૂં મન રામજીનુ ચિંતન કરે છે એટલે જ કહું છું કે રામજી ઈશ્વર છે.નિરાકાર બ્રહ્મ જ આજ સાકાર રામ થયા છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

Admin

Admin

9909969099
Right Click Disabled!