પીએમ સ્વનિધી યોજના અંતર્ગત બોટાદ ખાતે કેમ્પ યોજાયો

આજ રોજ બોટાદ નગર ખાતે શેરી ફેરિયાઓની સમૃદ્ધિ માટે પીએમ સ્વનિધી યોજના અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સહયોગથી બોટાદ નગરપાલિકા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં એન.યું.એલ.એમ. માંથી પરાલિયા મીનાક્ષીબેન તથા યુવરાજભાઈ ખાચર તથા સ્ટાફ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક શ્રી હિતેન્દ્રસિંહ ડાયમા, બોટાદ નગર સંયોજક જગદીશભાઈ પરમાર, દીપકભાઈ ચૌહાણ તાલુકાના સંયોજક શૈલેષભાઈ કાલીયા હાજર રહેલ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજર રહી ફોર્મ સબમિટ કરાવ્યાં હતાં.
અહેવાલ : કનુભાઈ ખાચર