ખંભાત તાલુકાની મિતલી પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલમાં ગામના દાતાઓ તરફથી ચોપડાનું વિતરણ…

ખંભાત તાલુકાની મિતલી પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલમાં ગામના દાતાઓ તરફથી ચોપડાનું વિતરણ…
Spread the love

મિતલી પ્રાથમિક શાળા અને મિતલી સરકારી હાઈસ્કૂલમાં તા.19.6.2023ને સોમવારે ગામના જ શ્રી પરશુરામ મંડળના દાતાઓમાં શ્રીમતી ભાવનાબેન રાવલ,શ્વેતાબેન પંડ્યા,શ્રી અતુલભાઈ પડીયા,પ્રકાશભાઈ રાવલ,જ્યોત્સનાબેન ઉપાધ્યાય, નીતાબેન રાવલ, કૈલાસબેન આચાર્ય, મીનાબેન રાવલ  અને મોહબતભાઈ તેમજ બીજા દાતાઓનો સહયોગ લઈ મંડળની ટીમે દાન એકત્ર કરી સરકારી પ્રાથમિક શાળામાં 2500 ચોપડા અને હાઈસ્કૂલમાં 540 ચોપડાનું તમામ બાળકોને 6 -6 ચોપડાનું અભ્યાસમાં ઉપયોગી થાય તેવું અકલ્પનિય દાન કરી ગામનું અને શાળાનું રુણ ચૂકવેલ છે.

ધોરણ 3 થી 10 સુધીના દરેક બાળકને 6 -6 ચોપડા આપી ધન્યતા અનુભવેલ છે. ધોરણ 1 /2 અને બાલ વાટિકામાં અભ્યાસ કરતા બાળકોને કંપાસ બોક્સનું પણ વિતરણ કર્યું. અતુલભાઈ પડીયાએ બાળકોને ખૂબ સારું ભણી ગામનું નામ રોશન કરો તેવા શુભાષિસ પાઠવેલ છે. ભાવનાબેન રાવલે અબ્દુલ કલામ સાહેબના ઉદાહરણ સાથે ધારદાર વક્તવ્ય આપેલ હતું. ગામમાંથી સરપંચ રણછોડભાઈ જાદવ અને મોહબતભાઈ તેમજ હર્ષદભાઈ રાઠોડ પણ આ પ્રસંગે વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

વધતી જતી મોંઘવારીમાં બાળકોને શિક્ષણ ભારે અને મોંઘુ ના લાગે તેમજ ગરીબ બાળકોને મદદરૂપ થવાના આશયથી દાતાઓએ ઉદારતા દાખવતા ગ્રામજનોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો. શાળાના મુખ્ય શિક્ષક ખોડુંભાઈ ચૌહાણ અને પરિવારે સૌ દાતાઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું. અને આવકાર્યા..હાઈસ્કૂલમાંથી આચાર્ય તારીફહુસેન અને તેમના સ્ટાફ પરિવારે પણ સૌનું સ્વાગત કર્યું. આ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનોએ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અંતમાં શાળાના મદદનીશ શિક્ષક હસમુખભાઈએ સૌ આમંત્રિત મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો..

ભારત માતા કી જય..

Admin

Admin

9909969099
Right Click Disabled!