રાજપીપલા રાજરોક્ષી ચોકડી પાસે વૃક્ષ પર લટકતા બે અંબોલ પક્ષીઓના જીવ દયા પક્ષી પ્રમીએ જીવ બચાવ્યા

રાજપીપલા રાજરોક્ષી ચોકડી પાસે વૃક્ષ પર લટકતા બે અંબોલ પક્ષીઓના જીવ દયા પક્ષી પ્રમીએ જીવ બચાવ્યા
Spread the love
  • રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય છે

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરની રાજરોક્ષી ચોકડી પાસેના એક વડના વૃક્ષ પર બે અંબોલ પક્ષીઓ ઝાડ પરની દોરીમાં વિટાયને ફસાઈ ગયાં હતાં જોકે આ ધટના અંગેની જાણ જીવ દયા પક્ષી પ્રેમી રુદ્ર ટ્રસ્ટના પ્રમુખ અમિત વસાવાને કરવામાં આવી હતી તેઓ તુરંત ઘટના સ્થળે આવી પોહચ્યાં હતાં ત્યારબાદ આ ફસાયેલા બે અંબોલ પક્ષીઓને ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ આ બન્ને પક્ષીઓને હેમખેમ બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવામા આવ્યાં હતાં. રાજપીપલાના મુખ્ય માર્ગ પરની રાજરોક્ષી ચોકડી પાસે એક વડના વૃક્ષ આવેલ છે.

આ વડના વૃક્ષ પર બે અંબોલ પક્ષીઓ એકા એક દોરીમાં ફસાઈને વિટાય ગયા હતા. બન્ને પક્ષીઓ દોરીમાં બરાબર ફસાય જવાથી તેઓ દોરીમાં ઉંધા ઝાડ પર લટકી રહ્યા હતા. વડના ઝાડ પર આ ઉંધા લટકી રહેલાં પક્ષીઓ પર જીવદયા પ્રેમીની નજર પડી હતી. જે અંગેની જાણ જીવદયા પક્ષી પ્રેમી રુદ્ર ટ્રસ્ટના પ્રમુખ અમિત વસાવને કરવામાં આવી હતી. તેઓ તુરંત ઘટના સ્થળે આવી પોહચ્યાં હતાં. ત્યારબાદ ટીમના સેવાભાવી સન્નીભાઈ વસાવા, હજરભાઈ વસાવા, તેમજ અમીતભાઈ માલી સહિતની ટીમના લોકોએ ઝાડ પર લટકેલ.

આ બન્ને અંબોલ પક્ષીઓનો જીવ બચાવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ટીમ દ્વારા આ બન્ને પક્ષીનો જીવ બચાવવા રેસ્ક્યુ કામગીરી કરી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આ બન્ને પક્ષીઓનો જીવ હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતાં. ત્યારબાદ આ બન્ને પક્ષીઓની સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં આ બન્ને પક્ષીઓની સારવાર કરાવ્યાં બાદ તેમની ફરી હસીખુશી ભરેલી મુક્ત આઝાદ ઉડાન ભરતી જિંદગીમાં તેઓને ફરી મુક્ત કરી છોડી દેવામાં આવ્યાં હતાં

રિપોર્ટ : વિપુલ ડાંગી, રાજપીપલા

Admin

Admin

9909969099
Right Click Disabled!