ખેડબ્રહ્મા : સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણીપ્રસંગે પ્રાંત ઓફિસર એચ. યુ. શાહ , મામલતદાર, ટીડીઓ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, શાળાના મંત્રી જે. કે. પટેલ, આચાર્ય સુરેશભાઈ પટેલ તથા સૌ સ્ટાફ અને શાળાના બાળકો સહિત કુલ 1218ની સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં જોડાયા હતા. શરૂઆતમાં મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વંદેગુજરાત ચેનલના માધ્યમથી કરવામાં આવેલ સંબોધન સૌએ સાંભળ્યું હતું.
ત્યારબાદ ખેડબ્રહ્માના યોગ કોચ ચેતનાબેન અને યોગ ટ્રેનર મનુભાઈ દ્વારા આસન પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવેલ.. યોગ અંગેની ફાયદાકારક વાતો પ્રાંત ઓફિસર એચ યુ શાહ તથા શંકરલાલ શાહ અને શાળાના શિક્ષક અમૃતભાઈ માળી દ્વારા કરવામાં આવેલ. આભાર દર્શન આચાર્ય સુરેશભાઇ પટેલે કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વડા ધીરુભાઈએ કર્યું હતું..
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા