જુનાગઢ પોલીસે ખોવાયેલ થેલો ગણતરીની કલાકોમાં શોધી પરત કર્યો

રૂ. ૨,૦૦૦/- ની કીમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ. અરજદાર ખુશાલ શંકરલાલ આહુજા પોતાના કામ સબબ જેનેલી શોપીંગ સેન્ટરથી તળાવ ગેટ તરફ આવતા હોય તે દરમ્યાન તેમનો કપડાનો થેલો વણઝારી ચોક પાસે બાઇક પરથી પડી ગયેલ હોય. ખુશાલભાઈએ આજુબાજુ તપાસ કરતા તેમનો થેલો મળેલ નહિ જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટીદ્વારા સૂચના અને હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદિયા , પો.કોન્સ. હરસુખભાઇ સિસોદિયા, શીલ્પાબેન કટારીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ખુશાલભાઇ આહુજા જે રૂટ પરથી પસાર થયેલ, તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ખુશાલભાઇ આહુજા વણઝારી ચોક ખાતેથી પસાર થાય છે તે દરમ્યાન તેમનો થેલો પડતો સ્પષ્ટ નજરે પડેલ. ત્યાર બાદ તુરંતજ ૧ અજાણ્યા ઓટો રીક્ષા ચાલક દ્રારા તે થેલો ઉઠાવી લેવાનુ ધ્યાને આવેલ. જે આધારે ઓટો રિક્ષા ચાલક નો રજી. નંબર GJ 02 VV 8113 શોધેલ હતા. સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ખુશાલભાઇ આહુજા દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : મહેશ કથિરીયા (જૂનાગઢ)