ડીપ્લોમા ફેબ્રિકેશન ટેકનોલોજીની પ્રથમવારની અલ્યુમની મીટમાં ૫૫૦ વિદ્યાર્થીઓ જોડાયા

ડીપ્લોમા ફેબ્રિકેશન ટેકનોલોજીની પ્રથમવારની
અલ્યુમની મીટમાં ૫૫૦ વિદ્યાર્થીઓ જોડાયા
ગુજરાતની પ્રખ્યાત ભાવવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડિપ્લોમા ઇન ફેબ્રિકેશન ટેકનોલોજીના અભ્યાસક્રમને 40 વર્ષ પૂરા થવાની ખુશીમાં એલ્યુમની વિદ્યાર્થીઓ એક મંચ પર આવ્યા હતા. આ એલ્યુમની વિદ્યાર્થીઓને ભેગા કરવાનું મુશ્કેલ કાર્ય ડૉ. જી. ડી. આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કોલેજના આચાર્ય સૌ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત ઉદાહરણ પૂરું પાડેલું છે. ડૉ. જી. ડી. આચાર્ય સાહેબનો વિદ્યાર્થીઓની કરિયર બિલ્ટ અપ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો છે. જેઓ આ કોલેજના ફેબ્રિકેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના હેડ રહી ચુકેલા છે અને હાલ આત્મીય કોલેજમાં પોતાના વ્યવસાયિક રિટાયર્ડમેન્ટ પછીની ફરજ બજાવી રહ્યા છે.
આચાર્યની સાથે હરેશભાઈ માંડલિયા, મહેશભાઈ પટેલ, અશોકભાઈ પાનસૂરીયા, દેવાંગભાઈ જાની અને તેમનાં સાથીદાર મિત્રો એ કે જેઓ એકદમ શરૂઆતી પાસઆઉટ વિદ્યાર્થીઓ હતા અને હાલ કોર્પોરેટ ક્ષેત્રમાં ઊંચા હોદ્દા સાથે નોકરી કે વ્યવસાય કરે છે. તેઓના એક વિચારથી આજે 40 વર્ષમાં જેટલા વિદ્યાર્થીઓ પાસઆઉટ થયેલ છે તેમને ફક્ત બે જ મહિનામાં કૉન્ટેક્ટ કરીને લગભગ 1500 થી વઘુ લોકો સાથે સંપર્ક કર્યો હતો અને તેમાંથી લગભગ 1000 જેટલાં લોકોનો પ્રોફેશનલ ડેટા કલેકટ કરવામાં આવ્યો હતો.
આ એલ્યુમની વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ૧૮ જૂનના રોજ હોટલ ફાઇવ પેટલ્સ , અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ડિપ્લોમા ઈન ફેબ્રિકેશન ટેક્નોલોજીના, ૧૯૮૩થી લઈ આજ દિન સુધીના લગભગ ૫૫૦ કરતા પણ વધુ એલ્યુમની (અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, સૂરત, વડોદરા, મુંબઈ વગેરે શહેરોથી) આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જયારે વિદેશમાં રહેતા એલ્યુમની પોતાની શુભકામનાઓ વીડિયો મેસેજ દ્વારા મોકલાવી હતી. કોલેજ તથા અધ્યાપકો દ્વારા મેળવેલ જ્ઞાનના બહોળા પ્રયોજનથી દરેક એલ્યુમની ટેક્નોલોજી, એજ્યુકેશન, સાહિત્ય, કલા અને અન્ય ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી સિદ્ધ પ્રાપ્ત કરી છે.
આ કાર્યક્રમમાં ફેબ્રિકેશન કોર્સના ફાઉન્ડર ફેકલ્ટીઝ, કરંટ ફેકલ્ટીઝ અને સિનિયર એલ્યુમની સંબોધન કરી આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો. માતૃ સંસ્થા અને સમાજના વિકાસ અર્થે આ વિશાળ એલ્યુમની એસોસિએશન ‘એક-મેકના સહયોગ’ થઈ વિશાળ વટવૃક્ષ બને એવી આશા વ્યક્ત કરી. ૪૫ જેટલા દાતાઓ થકી આ ઇવેન્ટને ભરપૂર પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમ દરમ્યાન સંસ્થાની વેબસાઈટ, સોવેનિયર તથા પ્લેસમેંટ બ્રોચર લોંચ કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગોપાલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300