રાધનપુર : બજાણિયા સમાજ દ્વારા 200 જેટલા બાળકોને પ્રમાણપત્ર એનાયત

- પ્રમાણપત્ર, નોટબુક, પાણીની બોટલ,પેન, આપીને સન્માન કરવામાં આવ્યું
- બજાણિયા સમાજ સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા સમાજ ના તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ
પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આજરોજ બજાણિયા સમાજ સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા બજાણિયા સમાજ ના તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ અને સમાજના બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ રાધનપુર ખાતે આવેલ રવિધામ ખાતે બજાણીયા સમાજના તેજસ્વી તારલાઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ 9 થી 12 માં એક થી ત્રણ નંબર લાવનાર બાળકો નું સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ મા બાળકોને શિલ્ડ ,પ્રમાણપત્ર, સ્કૂલબેગ, 12 ચોપડા ,કંપાસ, પાટિયું, બોલપેન ,પાણીની બોટલ, વગેરે આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બજાણિયા સમાજના અભ્યાસ કરતા 1થી 12 ના તમામ 200 જેટલા બાળકોને નોટબુકો, પાણીની બોટલ,પેન, આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના સરકારી કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજના આ પ્રસંગે બજાણીયા સમાજ આગેવાનો,રાજકીય અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજન આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન બજાણીયા સમાજ સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સોમાભાઈ જલાલાબદ , શંકરભાઈ ગોચનાદ, મોહનભાઈ હારીજ , કાનજીભાઈ મોટીપીપળી વગેરે અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)