કચ્છ : મુન્દ્રામાં રામેશ્વર હોટેલનું સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત

કચ્છ : મુન્દ્રામાં રામેશ્વર હોટેલનું સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત
Spread the love

શ્રી દશનામ ગોસ્વામી સમાજના ભામાશા એવા મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ – કચ્છ પ્રદેશ ના પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામીની કંપની મોમાઈ કંટ્રક્શન દ્વારા મુન્દ્રા મધ્યે ભવ્ય રામેશ્વર હોટેલ નું સાધુ,સંતો, સમાજ તથા આગેવાનો ની પાવન ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત થયું હતું. આ પ્રસંગે ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે પ. પૂ. મહંત શ્રી બુદ્ધગીરીજી ગુરુ શ્રી બચુ ગીરીજી (થાનાપતિ દશનામ જુના અખાડા, જૂનાગઢ) નાં પાવન કર કમલ દ્વારા અદાણી પોર્ટ રોડ, ઝીરો પોઇન્ટ, મુન્દ્રા મધ્યે ખાત મુહૂર્ત થયું હતું.

સમાજના ભામાશા એવા શ્રી રમેશ ગોસ્વામીજી સમાજ, વિસ્તાર તથા, ગ્રામનાં વિકાસ માટે હમેશાં કટિબદ્ધ રહે છે. માદરે વતન ગામમાં ચબુતરો બનાવવાનો હોય કે, સમાજ માં કોઈ પણ કાર્ય, તેઓ હંમેશા અગ્રસર રહે છે. તાજેતરમાં જ શ્રી ગોસ્વામી દ્વારા અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના યુવાનો માટે ક્રિકેટનું આયોજન કર્યું હતું. સાલસ અને સરળ સ્વભાવના રમેશ ભાઈ પ્રસિદ્ધિથી દુર રહીને ગુપ્ત રીતે સમાજ સેવા, ધર્મ સેવા માં માને છે. એમનાં દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. શિક્ષણ, આરોગ્ય, ધર્મ, આધ્યાત્મ એમ અનેક બાબતે પ્રમુખ શ્રી સતત પ્રયત્નશીલ રહે છે.

રમેશ ગોસ્વામી “સારથિ”

IMG-20230626-WA0112-1.jpg IMG-20230626-WA0111-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!