હિંમતનગર : જવાહર નવોદય પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ

હિંમતનગર : જવાહર નવોદય પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ
Spread the love
  • વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ-૬માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૪ માટે ઓનલાઈન અરજીઓ કરવા બાબત

સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાના  વિરપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં  વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન   ધોરણ ૬માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૨૦.૦૧.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ માં સાબરકાંઠા જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫ નો અભ્યાસ કરતા હોય, અને  ૦૧.૦૫.૨૦૧૨ અને ૩૧.૦૭.૨૦૧૪ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા  ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.

સદર પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી માટે અને આ પ્રવેશ પરીક્ષા આપવા માટે વિનામુલ્યે ઓનલાઈન અરજી કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in ની મુલકાત લેવી.  ધોરણ ૬ માં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨3 છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિધ્યાલય નો સંપર્ક કરવો.

રિપોર્ટ : ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)

Admin

Admin

9909969099
Right Click Disabled!