બદ્રી કેદારનાથ ચારધામ યાત્રાએ છેલ્લા બે માસમાં પહોંચ્યા 31 લાખ શ્રદ્ધાળુઓ

બદ્રી કેદારનાથ ચારધામ યાત્રાએ છેલ્લા બે માસમાં પહોંચ્યા 31 લાખ શ્રદ્ધાળુઓ
Spread the love
  • ભારે વરસાદી તોફાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે અડગ
  • ઘોડા ખચ્ચરનો કારોબાર અત્યાર સુધી ૮૨ કરોડ એ પહોંચ્યો

દેવભૂમિ ઉત્તરાખંડ પ્રકૃતિની ગોદમાં વસેલ ભારતના સર્વશ્રેષ્ઠ યાત્રાધામમાં ચારધામની યાત્રામાં શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપૂર ઉમટેલ છે. દેશ વિદેશના પ્રભુપ્રિય ભક્તો અડગ વિશ્વાસ સાથે આગળ વધી રહેલ છે. ઉત્તરાખંડ પર્વતોમાં અધ્યાત્મ પ્રવાસે આવેલ અમારા બ્રહ્માકુમારીઝ મીડિયાના સંયોજક શશીકાંત ત્રેવેદી સાથે સંકલનમાં રહી ભરત શાહ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર ૨૫ થી ૨૯ જૂન આજે ભારે વરસાદનુ એલર્ટ છે.

જે મુજબ આજે ભારે વરસાદ હતો પર્વતો પરથી અનેક રસ્તાઓ પર ભેખડો ઘસી આવતા વારંવાર ચારધામ તરફના રસ્તાઓ બંધ થઈ ગયેલ. નદીઓમાં પૂર આવતા ૫,૦૦૦ યાત્રાળુઓને રોકવામાં આવેલ. ઠંડી અને વાદળો વચ્ચે દર્શનની દ્રઢ ઈચ્છા ધરાવતા હજારો યાત્રાળુઓ અડગ જોવા મળ્યા. અત્યાર સુધી ૩૧ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત થયા છે, ત્યારે અહીંના ઘોડાઓ ખચ્ચરની સંખ્યા ૬,૫૦૦ થી વધુ છે જેનો વ્યાપાર રેકોર્ડ બુક ૮૨ કરોડ પર પહોંચેલો છે.

જેથી ૨૦,૦૦૦ પરિવારોની આર્થિક આવકમાં વધારો થયો છે. હજુ કુલ ૪૯ લાખનું દર્શનાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. દરમિયાન નરેન્દ્રનગરમાં જી ૨૦ બેઠકમાં ભાગ લેવા ૨૦ દેશોના પ્રતિનિધિ આવેલ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ પર વિચાર વિમર્શ કરશે અહીં હજુ ૩ દિવસ વરસાદની આગાહી છે. પર્વતો વાદળો ઘટાદાર વૃક્ષો વચ્ચે પ્રકૃતિની ગોદમાં સહેલાણીઓ કુદરતી સૌંદર્ય નિહાળતાં પરમાત્મા શક્તિની અનુભૂતિ કરી રહેલ છે. એશિયાના સૌથી મોટો ડેમ અહીં ટી હરિમાં આવેલ છે. જયાનો કુદરતી નજારો જોવા જેવો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!