હાલોલ તાલુકાના બાસ્કા ગામે રુલર પોલીસનું ફ્લેગ માર્ચ

હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં પોલીસના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી. તેમણે ગામના અનેક વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તા.29/06/2023ના રોજ મુસ્લિમ સમાજ નો પવિત્ર બકરા ઈદ નો તેહવાર ના અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે હાલોલ રૂલર પોલિસ ઇન્સ્પેકટર શ્રી જાડેજા સાહેબ અને પોલીસની ટીમ સાથે ફેલગ માર્ચ કરવામાં આવી .
આગામી મુસ્લિમ બિરાદરો નું બકરા ઈદના તહેવાર અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલની લોકોને અનુભૂતિ થાય હેતુસર ગામના વિવિધ વિસ્તારોમાં પોલિસ ના જવાનોની ફલેગ માર્ચ સમયાંતરે યોજાઇ હતી . જે અંતર્ગત હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાં પોલિસ ના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી. પોલીસ ના જવાનોએ ફુટ પેટ્રોલીંગ દ્વારા વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખાસ કરીને બા સ્કા વિસ્તાર મસ્જિદ ફડિયું, મંદિર ફડીયું, , નદી ફડિયુ, રાણવાસ, નવીનગરી, જનતા કોલોની રહેમત નગર, ગોસીયા મસ્જીદ ઇકરા કોલોની, બાસ્કાં મેઈન બજાર , ટેકરા ફડીયુ અને બારીયા ફડિયામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)