જૂનાગઢ જિલ્લામાં દસ વર્ષ પહેલાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અનુરોધ

જૂનાગઢ જિલ્લામાં દસ વર્ષ પહેલાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અનુરોધ
Spread the love

જૂનાગઢ જિલ્લામાં દસ વર્ષ પહેલાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અનુરોધ 

પોર્ટલ પર  અથવા નજીકના આધાર નોંધણી કેન્દ્ર પરથી અપડેટ કરાવી શકાશે

જૂનાગઢ : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા દસ વર્ષ પહેલા કઢાવેલા આધારકાર્ડ ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. જે આધારકાર્ડધારકોના કાર્ડ છેલ્લા ૧૦ વર્ષ અગાઉ કઢાવ્યું હોય અને ત્યારબાદ તે વચ્ચે કોઈ સુધારા વધારા ન કરાવ્યા હોય તેવા આધારકાર્ડ ધારકો એ  તેમનું આધારકાર્ડ નજીકના નોંધણી કેન્દ્ર ખાતે ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે.

સરકારી યોજનાઓના લાભ માટે કે વ્યક્તિની ઓળખ માટે હવે આધાર કાર્ડ એ મહત્વનો પુરાવો છે અને છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યું છે.તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની યાદી મુજબ જે નાગરિકોના આધારકાર્ડ ૧૦ વર્ષથી વધુ સમય દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવા નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો (ઓળખના પુરાવા અને રહેઠાણના પુરાવા) સાથે આધારકાર્ડ અપડેટ કરાવવા જણાવેલ છે. કાર્ડધારકો યુઆઈડીએઆઈના My Aadhaar Portal ( https://myaadhar.uidai.gov.in  પર ઓનલાઇન  તા.૧૪/૯/૨૦૨૩ સુધી વિના મૂલ્ય અપડેટ કરાવી શકશે. ઉપરાંત કાર્ડધારકો આ પ્રક્રિયા માટે રૂપિયા ૫૦ રકમ ચૂકવીને આધાર નોંધણી કેન્દ્ર પરથી પણ આધારકાર્ડ અપડેટ કરાવી શકશે એમ જુનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!