જૂનાગઢમાં મેગા યુવા ઉત્સવ યોજાયો

જૂનાગઢમાં મેગા યુવા ઉત્સવ યોજાયો
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ માહિતી ખાતાના પ્રકાશનો વિશે જાણકારી મેળવી
જૂનાગઢ : જૂનાગઢમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના મેગા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ ઉત્સવમાં કેન્દ્ર રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓ અભિયાનો વિશે માહિતગાર કરતા સ્ટોલસ રાખવામાં આવ્યા હતા.
આ સાથે જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢ દ્વારા માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પ્રકાશનોને પણ મૂકવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય વિતરીત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પણ જિલ્લા માહિતી કચેરી- જૂનાગઢના સ્ટોલસની મુલાકાત લઈ પ્રજાલક્ષી પ્રકાશનો વિશે જાણકારી મેળવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300