જૂનાગઢ ના ભવનાથ સમાજ વાડી માં યોજાયેલ બાળલગ્ન અટકાવતી જૂનાગઢ મહિલા હેલ્પ લાઈન ટીમ

જૂનાગઢ ના ભવનાથ સમાજ વાડી માં યોજાયેલ બાળલગ્ન અટકાવતી જૂનાગઢ મહિલા હેલ્પ લાઈન ટીમ
જૂનાગઢ : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી ૧૭ વર્ષ ની દીકરી ના બાળલગ્ન થતાં હોવાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જૂનાગઢ સીટી ખાતે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર અરુણાબેન કોલડિયા તથા મહીલા કોન્સ્ટેબલ અસ્મિતા બેન ગોંડલિયા સહિતની ટીમ, અને નજીકના પોલીસ સ્ટેશને, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ને જાણ કરી સ્થાનિક પોલીસ સાથે રાખી લગ્ન સ્થળે દોડી ગયા હતા.
૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા જે દીકરી-દીકરાના લગ્ન થઈ રહ્યા હતા તેના પરિવારને મળી જન્મ અંગેનું પ્રમાણપત્ર માગતા દિકરીની ઉંમર ૧૯ વર્ષ ઉપર ની પુખ્ત હોય પરંતુ અને દીકરા ના ડોક્યુમેન્ટ જોતા જાણવા મળેલ કે દીકરાની ઉંમર ૨૦વર્ષ અને ૧માસ હોય જેથી કાયદાની દૃષ્ટિએ લગ્ન યોગ્ય ઉંમર ના હોય અને તેમના લવ મેરેજ હોવાથી સ્થળ પર દીકરી ના માતા પિતા હાજર ના હોય જેથી દીકરા ના પરિવારને મળી કાયદાકીય સમજ આપી હતી. અને ૨૧ વર્ષ પછી જ દીકરાના લગ્ન કરવા અને જો ૨૧ વર્ષ પૂર્વે લગ્ન કરે તો કાયદાકીય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી હતી.
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી પણ સ્થળ પર આવી ગયેલ હોવાથી તેમના દ્વારા જરૂરી દીકરા દીકરી ડોક્યુમેન્ટ્સ પુરાવા માટે મંગાવેલ હોય અને આગળ ની લગ્ન વિધિ અટકાવી ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવી અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300