થરાદ : તેજસ્વી તારલાઓનું ડોર ટુ ડોર જઈને સન્માનિત કરવામાં આવ્યા

થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું ડોર ટુ ડોર જઈને સન્માનિત કરવામાં આવ્યા
થરાદ તાલુકામાં પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા થરાદ તાલુકાના અ.જા/ અ.જ.જા -જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉત્કર્ષ મંડળ દ્વારા ખરેખર ખુબ સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે સમાજના શિક્ષકો દ્વારા જે વિધાર્થીઓ ચાલુ વર્ષેમાં જ્વલંત સફળતા મેળવેલ છે એવા તેજસ્વી તારલાઓને પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળની ટીમ દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉત્કર્ષ મંડળની ટીમને સમાજના લોકો દ્વારા પણ પ્રસંશા કરી હતી.એવુ કહેવાય કે જેને સમાજનું સારૂ કાર્ય કરવું છે તેને કોઈ સ્ટેજની તેમજ પ્રતિષ્ઠાની ભૂખ હોતી નથી. પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ થરાદના પ્રમુખ જયંતિભાઈ મનવર તેમજ તેમની સમગ્ર ટીમને સમાજના લોકો દ્વારા ધન્યવાદ પાઠવ્યા હતા…
રિપોર્ટ.ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300