શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા આજે શનિવારે સાંજે 5-00 વાગે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં કુલ ૯૪ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 10 માં 80% થી ઉપર ધોરણ 12 માં 70% થી ઉપર અને ધોરણ 9 થી 12 માં જે વિદ્યાર્થીઓએ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સુરત શહેર કક્ષાએ અને તેથી ઉપર જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.
બ્રહ્મ સમાજના બાળકો પ્રોત્સાહિત થઈને પ્રેરણા મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ સન્માન સમારોહ શ્રી બદ્રીનારાયણ મંદિર, સત્સંગ હોલ, અડાજણ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજ જુદા જુદા એકમોના આગેવાનો ઉપસ્થિત રહી સર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300