મોરબી ડીડીના માર્ગદર્શન હેઠળ બગથળા ગામે સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાણોને હટાવાયા

Spread the love
  • 100 ચો.વાર પ્લોટ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવી શકાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ

મોરબી તાલુકાના બગથળા ગામે જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ ચોરસ વાર પ્લોટની ફાળવણી કરી શકાય તે માટે સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાણોને હટાવવામાં આવ્યા હતા. મોરબીના બગથળા ગામે અંદાજીત ૪ હેકટર જેટલી સરકારી ખરાબાની જમીનમાં જુનું દબાણ થયેલ હતું. આ દબાણોના કારણે બગથળા ગામના ૧૦૦ ચો.વાર પ્લોટ વિહોણા ૪૫ જેટલા લાભાર્થીઓને પ્લોટ/મકાન ફાળવવા માટે નવું ગામતળ નીમ કરવામાં મુશ્કેલી પડતી હતી.

આ જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માટેની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજાએ લોકહિતાર્થે ત્વરિત નિર્ણય લઈ દબાણ હટાવવા માટેની કવાયત હાથ ધરી હતી. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી મામલતદારશ્રી (ગ્રામ્ય) અને મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રીની સંયુક્ત ટીમ બનાવી અંદાજે ૪ હેક્ટર જેટલી સરકારી જમીનનું દબાણ હટાવી આ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

બળવંતસિંહ જાડેજા (માહિતી બ્યુરો, મોરબી)

Admin

Admin

9909969099
Right Click Disabled!