જાહેરમા જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ-

જાહેરમા જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ-
Spread the love

અમરેલી ટાઉનમા સાતમીબારી પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ઇસમોને કુલ રૂ.૬૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ-

શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક સાહેબ,ભાવનગર વિભાગ તથા શ્રી હિંમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી નાઓએ જીલ્લામાંથી જુગારની બદી દૂર કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી ડિવીઝન ના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ શ્રી પી.વી.સાંખટ પોલીસ સબ ઇન્સ તથા સ્ટાફ અમરેલી ટાઉનમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અમરેલી,ડુબાણીયાપા સામીખારી પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે સાત પુરૂષ ઇસમોને જુગાર રમતા હોય તે ચોક્કસ બાતમી આધારે રેઇડ દરમ્યાન રોહક રકમ રૂ.૨૪૨૦૦/- તથા ગંજીપત્તાના પાના,મોબાઇલ ફોન રૂ.૪૨૦૦૦/- મળી કુલ રૂ.૬૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત-

૧) ઇકબાલભાઇ રહિમભાઇ સોલંકી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ડંબાણીયાપા કાઠીકળી તા.જી.અમરેલી

૨) અબ્દુલ્લા કાદરભાઇ કુરેશી ઉવ.૩૨ ધંધો મજુરી રહે મણીનગર રાધા રમણ સોસાયટી તા.જી.અમરેલી

૩) મહમદભાઇ રજાકભાઇ કચરા ઉવ.૨૩ ધંધો શાકભાજી રહે મોટા ખાટકીવાડ તા.જી.અમરેલી

૪) સરફરાજભાઇ હનીફભાઇ નગરીયા ઉવ.૨૫ ધંધો મજુરી રહે ડુબાણીયાપા તા.જી.અમરેલી

૫) તોફિકભાઇ રહીમભાઇ કચરા ઉવ.૨૬ ધંધો મજુરી રહે ડુબાણીયાપા સાતમીબારી પાસે તા.જી અમરેલી

૬) હુસેનભાઇ ઉર્ફે ગટો હબીબભાઇ કાલવા સઁવ.૧૯ ધંધો વેપાર રહે બાપા મોટા ખાટકીવાડ તા.જી.અમરેલી

૭) તનવીર ઉર્ફે કબુતર અર્મીનભાઇ બિલખીયા ઉંઘ ૧૯ રહે. સવજીપરા રોડ બટારવાડી તા.જી.અમરેલી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

શ્રી ડી.કે.વાઘેલા પૌલીસ ઇન્સપેકટર અમરેલી સીટી પોલીસ સ્ટેશન ની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ પોલીસ સબ ઇન્સ.તથા એ.એસ.આઇ.હરેશસિંહ પરમાર,દિનેશભાઇ સરવૈયા,નરેન્દ્રસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.રાજેન્દ્રભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સ,જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા, વનરાજભાઈ માંજરીયા,ચિરાગભાઇ માટીયા,જયદેવસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230707-WA0109.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!