ગતિશીલ ગુજરાત માં ૪ વર્ષ થી શાખપુર ગ્રામ પંચાયત કચેરી નું કામ ટલ્લે ચડાવતું તંત્ર

લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીના અધુરા ગામ બાબતે ફરી વખત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા શાખપુર સરપંચ અનેક રજૂઆતોને અંતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેને પણ આજે એક વર્ષ થવા આવ્યું અને ચાર વર્ષથી ચાલતા કામ કેમ પૂર્ણ કરવામાં આવતું નથી તાલુકા જિલ્લા સંકલન અને સાંસદ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ ત્યારબાદ ફરી વખત મુખ્યમંત્રી પોર્ટલ ઉપર શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે રજૂઆત કરી આ કામ પૂર્ણ કરવામાં આવશે કે કેમ અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે જેથી વહેલી તકે કામ પૂર્ણ કરવા અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે ગ્રામ પંચાયત કચેરી નું બિલ્ડીંગ શાખપુર ગામમાં છે જ નહીં કોમ્યુનિટી હોલમાં બેસીને ગ્રામ પંચાયત ચલાવવામાં આવે છે તો આ ડબલ એન્જિનની સરકારમાં વિકાસ ગોટાળા ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવશે કે પૂર્ણ નહીં થાય તેવો વેદક સવાલ ઊભો થયેલ છે કોન્ટ્રાક્ટર ફોન પણ ઉપાડતા નથી કોઈ અધિકારી આ કામની તપાસ અર્થે પણ આવતા નથી જે લોકશાહીમાં કલંક રૂપ ગણાય વહેલી તકે આ કામ પૂર્ણ કરવા ફરી વખત મુખ્યમંત્રીને રીપીટર અરજી કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300