“ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝ નું આયોજન

“ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝ નું આયોજન
Spread the love

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝ નું આયોજન.

ડૉ કથીરિયા ના માર્ગદર્શન માં આંતરરાષ્ટ્રીય કક્ષા ના વક્તા ઓ ને આમંત્રિત કરી “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા” પુનઃ નિર્માણ કરવામાં મહત્વનું પ્રદાન કરાશે.

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર સિરીઝ નું આયોજન કરી રહ્યું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, આંતર રાષ્ટ્રીય વક્તાઓ સાથે સંવાદોની શ્રેણીનું આયોજન થયું છે જેની શરૂઆત ના ભાગ રૂપે પ્રથમ એપિસોડ નું પ્રસારણ તારીખ ૧૨ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે જી.સી.સી.આઇ. ના યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર ઓનલાઇન કરવામાં આવશે. સૌ ને આ ગૌ માતા ના પુણ્યકાર્ય માં સહભાગી થવા વિનંતી છે. ગૌ શાળા અને ગૌ પાલકો ના જ્ઞાન માં વધારો કરવા આ આયોજન જી.સી.સી.આઇ. દ્વારા કરવામાં આવ્યું છે, આ પ્રકારના આયોજન ના કારણે ગૌ શાળા સ્વાવલંબી બનશે. અને તેના કારણે ગૌ આધારિત અર્થ વ્યવસ્થા પુનઃ નિર્માણ થશે.
વેબિનારનું માર્ગદર્શન રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જી.સી. સી. આઈ ના સંસ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા કરશે.
વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230710_205453.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!