નરેશભાઈ પટેલના 58માં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન લેઉવા પટેલ સમાજ ના નરેશભાઈ પટેલના અઠ્ઠાવનમાં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા રક્તદાન કેમ્પ યોજાયો
સાવરકુંડલા શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજનાં રત્ન નરેશભાઈ પટેલના અઠ્ઠાવનમાં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો
આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજનું રત્ન જેણે સમાજને ભક્તિના કાજે શક્તિના રૂપે સંગઠિત કરી સમાજને એક નવી દિશા તરફ લઈ જનાર સમાજ શ્રેષ્ઠી શ્રી નરેશભાઈ પટેલનો ૫૮ મો જન્મ દિવસ હોય સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા આજરોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં દિપપ્રાગટ્ય પુ.શ્રી લવજીબાપુ ખોડલધામ મંદિર નેસડી, ભક્તિરામબાપુ માનવ મંદિર સાવરકુંડલા, ડી.વાય.એસ.પી શ્રી વોરા સાહેબ દ્વારા કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ અને આ રક્તદાન કેમ્પ શ્રી યોગેશ્વર ડાયમંડ નેસડી રોડ સાવરકુંડલા ખાતે આયોજન કરવામા આવેલ જેના અનુસંધાને ૧૦૧ બોટલ રક્ત એકત્રિકરણ કરવામાં આવેલ જેમાં સહયોગી શ્રી શાંતા બા મેડિકલ કોલેજ અમરેલી દ્વારા રક્તદાન સ્વીકારવામાં આવેલ અને જેમાં સાવરકુંડલાની અન્ય સહયોગી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ લાયન્સ ક્લબ, શ્રી ખોડલધામ સમિતિ સાવરકુંડલા દ્વારા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300