ધોરણ-૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર

ધોરણ-૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર
પરીક્ષા શિસ્તબદ્ધ અને પારદર્શક થાય તે દિશામાં કલેકટરશ્રી કે. એલ. બચાણીના માર્ગદર્શનમાં કરાયું આયોજન
જિલ્લાના કુલ ૨૨૪ બ્લોકમાં ૬૭૨૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જિલ્લા કલેકટર શ્રી કે એલ બચાણી ના અધ્યક્ષ સ્થાને તા. ૧૦થી ૧૪ થીજુલાઈ -૨૦૨૩ના રોજ જિલ્લામાં યોજાનાર એસ.એસ.સી અને એચ.એસ.સીની પુરક પરીક્ષાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સમગ્ર પૂરક પરીક્ષા શાંત અને શું વ્યવસ્થિત રીતે યોજાય તે માટે યોગ્ય આયોજન કરવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષાનું તમામ કેન્દ્ર નડિયાદ ખાતે હોવાથી અન્ય તાલુકા માંથી આવતા વિદ્યાર્થીઓ માટે એસટી બસના રૂટ, પરીક્ષા કેન્દ્રોમાં વીજ પુરવઠા, સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંલગ્ન અધિકારીઓને કલેક્ટરશ્રી સૂચન કર્યું હતું.
જિલ્લામાં ધોરણ -૧૦ ના ૦૧ કેન્દ્રો,ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ ૦૧ કેન્દ્ર, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ૦૧ કેન્દ્ર,એમ કુલ ૦૩ કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા સ્થળે મકાનોની સંખ્યા ધોરણ ૧૦ માં -૧૫,ધોરણ -૧૨ માં (સા.પ્ર) ૦૬,ધોરણ -૧૨ (વિ.પ્ર )માં -૦૧ કુલ ૨૨ મકાનો ફાળવવામાં આવ્યા છે.
ધોરણ ૧૦ માં કુલ ૧૪૩ બ્લોક અને ધોરણ ૧૨ માં ૬૫ બ્લોક તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ૧૬ બ્લોક એટલે કુલ ૨૨૪ બ્લોકમાં ૬૭૨૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેમાંથી અંદાજે ૪૨૯૦ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં પરીક્ષા આપી રહ્યા છે.તમામ જગ્યાએ સ્થળ સંચાલકોની નિમણૂક કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦ માં ૧૫ સ્થળ સંચાલકો ધોરણ ૧૨ (સા.પ્ર)માં ૬ અને વિજ્ઞાન પ્રવાહ ૦૧ સ્થળ સંચાલકોની નિમણૂક કરી દેવામાં આવી છે.
પરીક્ષામાં રોકાવનારા બ્લોક સુપરવાઈઝર,વહીવટી કર્મચારીઓ,પરીક્ષામાં રોકાનાર વર્ગ-૪ ના કર્મચારીઓની સંખ્યા નક્કી કરી દેવામાં આવી છે. આ સાથે તારીખ ૦૫/૦૭/૨૦૨૩ ના બપોરે ૧૧:૩૦ કલાકે શ્રી સંતરામ ગલ્સ હાઇસ્કુલ ચેતક પેટ્રોલ પંપની સામે નડિયાદ ખાતે તમામ કેન્દ્ર સંચાલકોની બેઠકનું આયોજન પણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સંચાલકોને આપવામાં આવશે. ખેડા જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી ખેડા તેમજ એમ.જી.વી.સી.એલ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ એસટી વિભાગના કર્મચારીઓ સાથે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે તેમ ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી રાજેશ સુમેરા દ્વારા જણાવયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300