ચાણસ્મા પોલિસ ના રાજ મા બુટલેગરો બન્યા બેફામ .દેલમાલ ગામે બે બહેનો સાથે ધોલધપાટ

ચાણસ્મા પોલિસ ના રાજ મા બુટલેગરો બન્યા બેફામ .દેલમાલ ગામે બે બહેનો સાથે ધોલધપાટ
Spread the love

ચાણસ્મા પોલિસ ના રાજ મા બુટલેગરો બન્યા બેફામ .દેલમાલ ગામે બે બહેનો સાથે ધોલધપાટ

ગાંધીજી ના ગુજરાત મા દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેમ ચાણસ્મા પંથક મા પોલિસ ના પત્રમ પુષ્પમ વ્યવહાર તેમજ ચાણસ્મા પોલિસ ની રહેમ નજર હેઠળ બુટ્લેગરો તેમજ દારૂ પીને છાટકા બનેલા દારૂડીયા બેફામ બની બહેન દીકરી ઓની છેડતી તેમજ મારા મારી કરતા સહેજ પણ અટકાતા નથી ત્યારે આવો જ એક કિસ્સો ચાણસ્મા ના દેલમાલ ગામે ગાયો ચરાવી આવી રહેલી બે બહેનો સાથે ગામનાજ બુટલેગર દ્વારા દારૂ પીને આંતરીને વાળ પકડીને બરડાના ભાગે થાપટ મારતા પાટણ ખાતે એસપી સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા. પરંતુ એસ પી સાહેબ બહાર હોવાના કારણે એસ. પી ના સૂચન અનુસાર પાટણ એલ.આઇ.બી પી. આઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે રહેતા જેઠી અવની બેન ઉમેશ ભાઈ તેમજ જેઠી ફાલ્ગુનીબેન લક્ષ્મણ ભાઈ ગાયો ચરાવીને પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ગામના જ બુટલેગર ઈસમો દારૂ પીને ઈક્કો ગાડીમા આવી બન્ને બહેનોને વાળ ખેંચી બરડાના ભાગે ધોલધપાટ કરતા તેમની દીકરીઓએ ઘરે ફોન કરતા ઉમેશ ભાઈ જેઠી તેમજ લક્ષ્મણભાઈ જેઠી ત્યા ગયા હતા. ત્યારે આ ઇસમો દ્વારા તેમની સામે પણ જીવલેણ હુમલો કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને પાટણ એસ.પી કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. ત્યારે અગ્મ્ય કારણસર એસ.પી હાજર ન હોઈ તેમની સુચના અનુસાર એલ.આઇ.બી.પી. આઇ.ને આવેદન પત્ર આપી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230712-WA0129-0.jpg IMG-20230712-WA0128-1.jpg IMG-20230712-WA0127-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!