ભેંસવડી ના સરપંચ દ્વારા ભાડા ના દર બાબતે પશ્ચિમ રેલ્વે મેનેજર ભાવનગર ને પત્ર પાઠવ્યો

લીલીયા તાલુકા ના ભેંસવડી ના સરપંચ દ્વારા ભાડા ના દર બાબતે પશ્ચિમ રેલ્વે મેનેજર ભાવનગર ને પત્ર પાઠવ્યો
લીલીયા તાલુકા ના ભેસ્વડી ગામ ના સરપંચ મંજુલા બેન ઠુમ્મર દ્વારા પશ્ચિમ રેલવે મેનેજર ભાવનગરને પત્ર પાઠવી ટિકિટ દર બાબતે રજૂઆત કરી જેમાં જણાવેલ કે ભેસવડી થી સાવર કુંડલા નું ભાડું 30 રૂપિયા માંથી 10 રૂપિયા કરવું
અને ભાડામાં ઘટાડો કરવા વિનંતી સાથે અરજ ભેસવડી ના સરપંચ મંજુલા બેન ઠુમ્મર દ્વારા કરવામાં આવેલ આ અંગે સરપંચ દ્વારા પત્ર માં જણાવેલ કે ભેંસવડીના રેલ્વે સ્ટેશનેથી સાવરકુંડલા રેલ્વેમાં નીચેના ગ્રામજનો ઉપયોગ કરે છે. મુસાફરી કરે છે. ભેંસવડી, લોંકા, લોંકી, આંબા આ ગામોના ગ્રામજનો ભેંસવડી થી સાવરકુંડલા જવા માટે રેલ્વેનો ઉપયોગ કરે છે. આ ગામોને સાવરકુંડલા સાથે મુસાફરીની સુવિધા પૂરી પાડતી માત્ર રેલ્વેની જ કાર્યક્ષમ સમયબધ્ધ અને ઝડપી સુવિધા ઉપલબ્ધ છે કોરોનાનો સમયગાળો શરૂ થયા પહેલા ભેંસવડી અને જીરારોડ થી સાવરકુંડલાનું રેલ્વે ભાડુ રૂા.૧૦/- હતુ. કોરોનાના સમયગાળામાં રેલ્વે સ્પેશયલ ટ્રેન દ્વારા મુસાફરી માટેની સુવિધા ગ્રામજનોને ઉપલબ્ધ કરવામાં આવેલ હતી. સ્પેશીયલ ટ્રેન કારણે ભાડામાં રૂ।.૧૦/- થી રૂ।.૩૦/- કરવામાં આવેલ જે વધારો ૩૦૦% ટકા વધારે હતો. કોરોના કાળમાં જયારે મોટાભાગની ટ્રેનો બંધ હતી ત્યારે આ પ્રકારની સ્પેશયલ ટ્રેનો દોડાવવામાં આવેલ અને ટ્રેન દોડાવવા પાછળ થતા ખર્ચને પહોંચી વળવા ભાડામાં ૩૦૦% ટકા જેટલો વધારો કરવામાં આવેલ. હવે કોરોનાનો સમયગાળો પૂર્ણ થઇ ગયેલ છે. આથી સ્પેશયલ ટ્રેનને સામાન્ય ટ્રેનમાં પરિવર્તિત કરી રૂા.૧૦- નું ભાડુ કરી આપવા નમ્ર અરજ છે.
ભેંસવડીના ગ્રામ્ય રેલ્વે સ્ટેશનથી દરરોજ સરેરાશ ૫૦ થી ૬૦ મુસાફરો રેલ્વે દ્વારા મુસાફરીની સેવાનો લાભ ઉઠાવે છે. જેમાં ઉપર દર્શાવેલ ગામના ગ્રામજનો લાભ લે છે. ભેંસવડી અને સાવરકુંડલા વચ્ચે ગામજનો માટે આ રેલ્વેની સેવા જ કાર્યક્ષમ અને સુવિધા પૂર્ણ છે.
ગ્રામજનોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા સાવરકુંડલા જવાનું થાય છે. એક રીતે આ ગામના ગ્રામજનોની હટાણાની (ખરીદ) જગ્યા જ સાવરકુંડલા છે.
સાવરકુંડલા થી ભેંસવડી અને આજુબાજુના ગામોમાં ફેરીયા આવીને તૈયાર કપડા, કાપડ, પ્લાસ્ટીકની વસ્તુઓ અને બીજી જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે તો યોગ્ય કરવા સરપંચ મંજુલા બેન ઠુમ્મર દ્વારા પશ્ચિમ રેલ્વે મેનેજર ભાવનગર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટ ઈમરાન એ પઠાણ લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300