સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો.

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો.
Spread the love

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો.

જમીન જેહાદ ની પ્રવૃતિ ને બ્રેક લાગશે.

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની મહેનત રંગ લાવી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો શહેરી જનોએ માન્યો આભાર

સાવરકુંડલા શહેર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા મિલકત ધારકોને પોતાની જગ્યામાંથી બહાર કાઢવાની ફરજ પાડવા સામે રક્ષણ આપતી ૧૯૯૧ ની જોગવાઈ મુજબ સમગ્ર સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સાવરકુંડલા માં ઘણાં સમયથી કેટલાક લોકો પોશ વિસ્તારમાં આવેલાં કીમતી જમીન અને મકાનો ચાલાકી પૂર્વક ખરીદી લઇ બાદમાં આજુબાજુના કીમતી જમીન અને મકાનો પાણીનાં ભાવે મેળવી લેતા હતા જેના કારણે શહેરનો એક મોટો વર્ગ વર્ષોથી પરેશાન થતો હતો. આવી પ્રવૃતિથી પીડિતો એ પોતાની વ્યથા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સમક્ષ વર્ણવી હતી જેથી ધારાસભ્ય એ ગંભીરતા પારખી જઈ સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થતા વિસ્તારમાં રહેતાં નાગરિકો માં શાંતિ અને સલામતી રહે તેમજ ભાઈચારાની ભાવના જળવાઈ રહે ,રહેવાસીઓમાં કોઈ ચિંતા કે ભયની લાગણી ઉભી ન થાય તે માટે રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત કરેલી જેને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા શહેરી વિસ્તારને ૧૯૯૧ ની જોગવાઈ મુજબ અશાંતધારા નીચે લાવવા હકારાત્મક પ્રતિભાવ આપતા રાજ્ય સરકાર વતી ડેપ્યુટી સેક્રેટરી શ્રી પ્રેરક જે. પટેલે સાવરકુંડલા શહેરી વિસ્તાર કે જે શહેર પોલીસ અધિકાર ક્ષેત્રમાં આવે છે તે તમામ વિસ્તારને અશાંતધારા નીચે આવરી લેતો હુકમ તારીખ ૧૨/૦૭/૨૩ ના રોજ કરી તેની અમલવારી માટે સંબંધિત તમામ વિભાગોને જાણ કરી છે. જેથી સાવરકુંડલા નાં પોશ વિસ્તારો માં યેનકેન પ્રકારે કીમતી જમીનો સસ્તાં ભાવે ખરીદ કરવાની પ્રવૃત્તિ બંધ થશે. જાગૃત ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાળાએ સાવરકુંડલા શહેરની જનતાના વ્યાપક હિતમાં રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરી અશાંતધારો લાગુ કરાવતા સાવરકુંડલા શહેરના શાંત અને બુદ્ધિજીવી નાગરિકો ધારાસભ્ય શ્રી કસવાળા ના કાર્યાલય “અટલધારા “ખાતે રૂબરૂ મળી આભારની લાગણી વ્યક્ત કરી અભીનંદન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રી કસવાળા દ્વારા જાહેર સભામાં વચનો આપવામા આવ્યા હતા કે હું સાવરકુંડલા નાં નાગરિકો માટે કંઈક દેવા આવ્યો છું જે વચન ટૂંક સમયમાં જ બાયપાસ રોડ ચાલુ કરાવી શહેરની જનતાને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્ત કરાવી, શહેર માટે સ્પોર્ટ સંકુલની મંજૂરી અપાવી અને હવે અશાંત ધારો લાગુ કરાવી પોતાના વચનો પરિપૂર્ણ કરાવતા હોય તેવી પ્રતીતી સમગ્ર શહેરીજનોને કરાવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230714_205705.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!