રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં તેજસ્વી છાત્રોનું સન્માન થશે

રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં તેજસ્વી છાત્રોનું સન્માન થશે
Spread the love

રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં તેજસ્વી છાત્રોનું સન્માન થશે

શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્

સ્પેસ કોમ્પલેક્ષ, બીજો માળ, 21/22 ન્યુ જાગનાથ પ્લોટ (કોર્નર), મહાકાળી મંદિર રોડ, રોયલ કેસર એપાર્ટમેન્ટ સામે -રાજકોટ 360002

ધ્વારા આયોજિત

13 મો સરસ્વતી સન્માન સમારોહ તથા નારી રત્ન એવોર્ડ અને વિશિષ્ટ સિધ્ધિ સન્માન સમારોહ

શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ ધ્વારા તેજસ્વી કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વિધાર્થીઓ માટે 13 મો સરસ્વતી સન્માન સમારોહ તથા નારી રત્ન એવોર્ડ અને વિશિષ્ટ સિધ્ધિ સન્માન સમારોહનું આયોજન ટ્રસ્ટના પ્રમુખશ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરુ, ઉપપ્રમુખશ્રી જતિનભાઈ ભરાડ તથા મહામંત્રીશ્રી ધીરુભાઈ મહેતાના માગૅદશૅન હેઠળ કરવામાં આવેલ છે.

શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા (કોરોના સમય બાદ કરતાં) પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમસ્ત કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ અને બહેનો માટે વર્ષ 2022/23 માં મેળવેલ શૈક્ષણિક સિધ્ધ બદલ પુરસ્કૃત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનાર છે જેમાં ધોરણ 1 થી 12 તથા સ્નાતક- અનુસ્નાતક, પી. એચ. ડી., ઈજનેરી – બીઈ/બી.ટેક તથા મેડીકલ-એમ. બી. બી. એસ./બી.ડી.એસ /એમ.ડી./એમ.એસ./એમ.ડી.એસ.નાં ફાઈનલ વષૅ કક્ષાએ 60 ટકા થી વધારે ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે ઉપરાંત જી. પી. એસ. સી. તથા યુ. પી. એસ. સી.પાસ થયેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે.

આ સમારોહ સાથે સંસ્થા દ્વારા શિક્ષણ, રમતગમત, વ્યવસાયિક , કલા, સંસ્કૃતિ, સાહિત્ય, પત્રકારત્વ, સેવાકીય પ્રવૃત્તિમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવશે.
રાષ્ટ્ર અને માતૃભૂમિ માટે જેમણે શહિદી વહોરી અને જ્ઞાતિનું નામ રોશન કરેલ છે તેમને મરણોત્તર સન્માન આપવામાં આવશે.
નારી રત્ન એવોર્ડમાં જેમણે જ્ઞાતિ – સમાજ કે રાષ્ટ્ર માટે યોગદાન કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય અને શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય તેમનું પણ સન્માન કરવામાં આવશે.
તો આ ત્રિવિધ કાયૅકમમાં ભાગ લેવા ઈચ્છતા વિધાર્થીએ /વ્યક્તિએ તેમનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, મેળવેલ માર્કસ /ટકા /ગ્રેડ શાળા કોલેજનું નામ સાથે / વિશિષ્ટ સિધ્ધિ /છેલ્લે પાસ કરેલ પરીક્ષાની પ્રમાણિત નકલ સાથે તારીખ 10 /8/2023 સુધીમાં અરજી મોકલવાની રહેશે આપેલ પી. ડી. એફ. ફોમૅની નકલ કરાવી તે સંપૂર્ણ વિગત આધાર સાથે નિયત નમૂના મુજબ સંસ્થાના કાયાૅલય ખાતે રૂબરૂ સાંજે 5 થી 7 અથવા પોસ્ટ/કુરિયર ધ્વારા નીચે આપેલ સરનામે મોકલી આપવાની રહેશે.
પત્ર-વ્યવહારનું સરનામુ :

શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (બ્રમ સંગમ કાયાૅલય)
સ્પેસ કોમ્પલેક્ષ, બીજો માળ, ન્યુ જાગનાથ પ્લોટ 21/22 નો કોર્નર, મહાકાળી મંદિર રોડ, રોયલ કેસર એપાર્ટમેન્ટ સામે, રાજકોટ 360001 કાયાૅલય ફોન નંબર 0281-2463247

કાયૅક્રમની વિશેષ માહિતી માટે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરશો

શ્રી સતિષભાઈ તેરૈયા
મો. નંબર 94287 96054
શ્રી લલિતભાઈ ધાંધિયા
મો. નંબર 96625 25777
શ્રી ભૂપતભાઈ મહેતા
મો. નંબર 98245 55030

લિ. શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230714-WA0147.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!