રાજકોટ : આજીડેમ પોલીસે બેફામ માર માર્યા બાદ વૃદ્ધનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ

રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન તાબાના સરધાર ગામે અંદાજિત ૧૫ દિવસ પૂર્વે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે ઘટનાની તપાસમાં આજીડેમ પોલીસે શંકાસ્પદ આરોપી તરીકે મૃતક ઠાકરશી સોલંકીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે દરમિયાન મૃતકને પોલીસે હાથ પગ બાંધી બેફામ માર માર્યાનો આક્ષેપ પરીવાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત સરધાર ગ્રામ પંચાયતના સરપંચના કહેવા પ્રમાણે મૃતકનો ટોર્ચર કરવામાં આવ્યો હોય તેવો પણ આક્ષેપ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સરધાર તાલુકા પંચાયત ચેરમેન ચેતન પાણે સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ પરીવારજનોના આક્ષેપ મામલે મીડિયાને નિવેદન આપ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)