રાજકોટ : ૧૫૦ કુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસોને પ્રવેશબંધી ફરમાવતા કમિશનર.

રાજકોટ : ૧૫૦ કુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસોને પ્રવેશબંધી ફરમાવતા કમિશનર.
Spread the love

રાજકોટ શહેર ૧૫૦ કુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસોને પ્રવેશબંધી ફરમાવતા કમિશનર.

રાજકોટ : રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેર જનતાની જાણ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે કે શહેરમાં સર્જાતી ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાફિકનું સુચારૂ અને સલામત રીતે નિયંત્રણ કરવા માટે પ્રાઈવેટ લકઝરી બસો ઉપર ૧૫૦-કુટ રીંગરોડ, માધાપર ચોકડીથી પુનીતના પાણીનાં ટાંકા સુધી પ્રતિબંધ મુકવાની જરૂરીયાત હોવાથી સવારના કલાક ૮ થી રાત્રીના કલાક ૯ સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીતના પાણીના ટાંકા સુધી પ્રાઈવેટ લક્ઝરી બસોની પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે. તેમજ ગોંડલ ચોકડી થી જામનગર જવા માગતી પ્રાઇવેટ લક્ઝરી બસો પુનીતના પાણીના ટાંકા થી વાવડી રોડ, ૮૦ ફૂટ રોડ થી નવા ૧૫૦ રીંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માગતી પ્રાઇવેટ લક્ઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવો ૧૫૦-ફુટ રીંગ રોડ થી કટારીયા ચોકડી, ૮૦-ફુટ રોડ વાવડી રોડથી પુનીતના પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી જઈ શકશે. નિયમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-૧૯૮૯ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ અંતર્ગત શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230719-WA0065.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!