રાજકોટ : “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” માં મીડિયાના પત્રકાર મિત્રો જોડાયા.

રાજકોટ શહેરમાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” માં મીડિયાના પત્રકાર મિત્રો જોડાયા.
રાજકોટ : ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક્સ મીડિયા તથા રેડિયો મીડિયા પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં સહભાગી થાય તથા પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યે ખેડૂતોને જાગૃત કરે તે હેતુથી, માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને રાજભવન-ગાંધીનગર ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” નું આયોજન કરાયું હતું. આ પરિસંવાદનું લાઇવ પ્રસારણ રાજ્યના તમામ જીલ્લાઓમાં કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સહભાગી બન્યા હતા. આ તકે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અભિયાન અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી. પ્રાકૃતિક ખેતી જૈવિક, ઓર્ગેનિક અને રાસાયણિક ખેતીથી કેવી રીતે અલગ પડે છે તે અંગે વિગતવાર માહિતી મીડિયાના મિત્રોને સમજાવી હતી. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને પરિણામે છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં ૭ લાખ ૧૩ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, જયારે ૧૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પુરી પાડવામાં આવી છે. રાજ્યપાલએ પ્રવર્તમાન સમયમાં વધી રહેલા વિવિધ રોગો અંગે ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે યુરિયા, ડી.એ.પી. પેસ્ટીસાઈડ જેવા રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગથી ખોરાકમાં ઝેર ભળી રહ્યું છે અને તેના પરિણામે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ અટેક સહિતના ગંભીર રોગો નાની ઉંમરે લોકોને થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો ઉત્સાહપૂર્વક આગળ વધે તે માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયા ખૂબ અસરકારક ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવતા રાજ્યપાલએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સૌ પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો અને વધુ ને વધુ લોકોને મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ અંગે લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું. રાજભવન ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના વિશેષ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ, અન્ય અધિકારીઓ વગેરે જોડાયા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300