રાજકોટ શહેર પોલીસ દ્વારા શાળાઓમાં “ટ્રાફિક અવેરનેસ સેમીનાર” યોજાયો.

રાજકોટ શહેર પોલીસ દ્વારા શાળાઓમાં “ટ્રાફિક અવેરનેસ સેમીનાર” યોજાયો.
રાજકોટ : રાજકોટ શહેર ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય અને અમૃતલાલ વીરચંદ જસાણી સ્કુલના કુલ મળીને ૮૦૦ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી માહિતગાર કરતો “ટ્રાફિક અવેરનેસ સેમીનાર” યોજાયો હતો. રાજકોટ શહેર પોલીસ ઇન્સ્પેકટર એન.જી.વાઘેલાએ પી.પી.ટી.ના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ઝીબ્રા ક્રોસિંગ, ડ્રાઈવિંગ લાઇસન્સની અગત્ય, હેલ્મેટ, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સિગ્નલ પરની લાઈટ્સ સહિત સલામત ડ્રાઈવીંગ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે ટ્રાફિકના નિયમનું પાલન કરવું તે અંગે શપથ લેવડાવીને જવાબદાર નાગરીક બનીએ તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300