પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે.

પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે.
રાજકોટ : ગુજરાત રાજ્યમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રિન્ટ પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને સન્માનિત કરવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” આપવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પુરસ્કારો માટે ભારતનું નાગરિકત્વ ધરાવતા તમામ પત્રકારો, ફ્રિલાન્સ પત્રકારો તથા ફોટો જર્નાલિસ્ટને જુદી-જુદી ૯ શ્રેણીમાં પુરસ્કાર આપવા માટે અરજીઓ મંગાવાઈ છે. પુરસ્કાર માટેની અરજીઓ સચિવ, ભારતીય પ્રેસ પરિષદ, સૂચના ભવન, ૮-સીજીઓ કોમ્પલેક્ષ, લોધીરોડ, નવી દિલ્હી-૧૧૦૦૩ ને ૧૮મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાક સુધીમાં સીલ બંધ કવરમાં ખાનગી લખીને મોકલી આપવા ઉપરાંત અગ્રીમ સોફ્ટ કોપી [email protected] પર ઈ-મેઈલ દ્વારા મોકલી શકાય છે. આ માટેની વિસ્તૃત માહિતી www.presscouncil.nic.in પર ઉપલબ્ધ હોવાનું પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300