ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિકાસ

ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિકાસ
Spread the love

ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિકાસ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના સણોસરા ખાતે લોકભાગીદારીથી ૪૦ વીઘા જમીનમાં હરિકૃષ્ણ અમૃત સરોવરનું નિર્માણ થયું

સણોસરા ગામને ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળસિંચન અભિયાન અંતર્ગત વોટરશેડ વિકાસ અને જળ સિંચન માટે રૂ.૨૨ લાખની ગ્રાન્ટ મળી

ચાલુ સિઝનમાં શ્રીકાર વર્ષાથી અમૃત સરોવર છલકાયું, આસપાસના અનેક ગામના ખેડૂતોને લાભ મળશે, સરોવરને ૧૦૦ વીધામાં વિસ્તારવાની નેમ : ગામ અગ્રણી શ્રી હિતેશભાઈ ગોંડલીયા

ધોળકીયા ફાઉન્ડેશનના સર્વેસર્વા શ્રી સવજીભાઈ ધોળકીયાએ જળ સિંચનને લઈને તળાવના ખોદકામ માટે મશીનરી સહિતનો સહયોગ આપ્યો

સણોસરા ગામના ઉત્સાહી ગ્રામજનો યુવાઓએ લોકફાળો કરીને અમૃત સરોવર આસપાસના વિસ્તારમાં ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ક્રાંતિનો શંખ ફૂંક્યો

આલેખન : ધર્મેશ એન.વાળા
ફિલ્માંકન : બી.ડી.પાથર

અમરેલી : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ-૨૦૨૩માં ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓના વિકાસ માટે સતત અને અવિરત તત્પર છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી છે. આજે સરકારશ્રીની દરેક યોજનાઓનો લાભ છેવાડાના જન જન સુધી પહોંચી રહ્યો છે. જળ વિના જીવન શક્ય નથી! આ વાત આજે દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. જળસિંચનને લઈને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ જળઅભિયાન ચલાવવામાં આવે છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવામાં આવે છે ઉપરાંત નવા તળાવોનું નિર્માણ પણ કરવામાં આવે છે. આ તળાવોમાં વરસાદી જળનો સંગ્રહ થતાં તેનો સીધો લાભ અનેક ખેડૂતોને મળી રહ્યો છે. અમરેલીના સણોસરા ખાતે ગ્રામજનોની દ્રઢ ઈચ્છાશક્તિ અને કંઈક કરવાની નેમ થકી આજે ૪૦ વીઘા જમીનમાં અમૃત સરોવરનું નિર્માણ થયું છે. વર્ષ ૨૦૧૮માં આ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ જેને સમગ્ર ગ્રામજનોએ માત્ર ૪૫ જ દિવસમાં પૂર્ણ કર્યું હતું. સૌના સહિયારા પ્રયાસોથી ભગીરથ કાર્ય સિદ્ધ અને સાકાર થયું છે. સણોસરા ખાતે અને આસપાસના વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં પાણીને લઈને અનેક મુશ્કેલીઓ હતી જે હવે ભૂતકાળ બની ચૂકી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણનું લક્ષ્યાંક હતું જે સાકાર થવા તરફ ગતિમાં છે. ૧૫ ઓગસ્ટ,૨૦૨૩ના રોજ રાજ્યમાં દરેક જિલ્લામાં અમૃત સરોવર સ્થિત જગ્યામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સણોસરા ગામને ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળસિંચન અભિયાન અંતર્ગત વોટરશેડ વિકાસ અને જળ સિંચન માટે રૂ.૨૨ લાખની ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટ થકી વોટરશેડ બનાવવામાં આવ્યા છે.
એક સમય હતો કે અહીં પાણીની સમસ્યાથી સૌ કોઈ પરેશાન હતા. સણોસરાના ગ્રામજનોએ જળ સિંચનને લઈને વિચાર મંથમ આદર્યું અને તેમાંથી જન્મ થયો વિશાળ સરોવરના નિર્માણના વિચારનો ! આ ભગીરથ કાર્ય માટે સૌ ગ્રામજનોએ લોકભાગીદારીથી કુલ રૂ. ૫૦ લાખથી વધુની રોકડ રકમ એકત્ર કરી ઉપરાંત ધોળકીયા ફાઉન્ડેશનના સર્વેસર્વા અને ઉદ્યોગપતિશ્રી સવજીભાઈ ધોળકીયાએ ગામલોકોનો જોશ અને ઉત્સાહ જોઈને આ તળાવના નિર્માણમાં મશીનરી સહિતની કામગીરી માટે પોતાનું યોગદાન આપ્યું. આ સરોવરના નિર્માણથી આજે જળસંગ્રહ થતાં આસપાસના ૨૦ થી ૨૫ ગામના ખેડૂતોને સીધો ફાયદો થયો છે, ખેડૂતો હવે વર્ષમાં ત્રણ વખત પાક લેતાં થયા છે, ખેડૂતોની આર્થિક ક્ષમતામાં વધારો થયો છે, પાણીની તંગીની સમસ્યા હવે ભૂતકાળ બની છે ઉપરાંત પાણીના જે તળ ૫૦૦ ફૂટ ઊંડા હતા તે હવે ૨૦ થી ૨૫ ફૂટ સુધી આવી ગયા છે ઉપરાંત ખેતીની જમીન ફળદ્રુપતાવાળી બની છે. આમ અમૃત સરોવરના નિર્માણ થકી સણોસરા સહિત આસપાસના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી છે.
સણોસરા ગ્રામ અગ્રણી શ્રી હિતેશભાઈ ગોંડલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ચાલુ સિઝનમાં શ્રીકાર વર્ષાથી અમૃત સરોવર છલકાયું છે, આસપાસના અનેક ગામના ખેડૂતોને લાભ મળી રહ્યો છે ઉપરાંત આ અમૃત સરોવરને ૧૦૦ વીધામાં વિસ્તારવાની નેમ છે. સણોસરા ગામના ગ્રામજનોએ એ સાબિત કર્યું છે કે, હરેક વિચાર જન્મે છે અને પછી જો દ્રઢ મનોબળ હોય તો દરેક કાર્ય સફળતા સાથે કરી શકાય છે. જળ સંગ્રહથી જળક્રાંતિ સુધી અને હરિયાળી ક્રાંતિનો વિચાર જો સાર્થક થાય તો ભવિષ્યની અનેક પેઢીઓ સુધી તેનો લાભ પ્રાપ્ત થાય છે. સણોસરા ગામના ગ્રામજનોએ એવું પ્રેરણાત્મક કાર્ય કર્યું છે કે, જેનો લાભ આવનારી અનેક પેઢીઓને પ્રાપ્ત થશે ઉપરાંત લોકો આ જળ સિંચનના કાર્ય થકી પ્રેરણા પણ પ્રાપ્ત કરશે

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230719-WA0102-0.jpg IMG-20230719-WA0109-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!