આર. એમ. પી. એસ. ઇન્ટરનેશનલ સ્કૂલના બાસ્કેટબોલ ટુર્નામેન્ટના ઝળહળતા સિતારા

આર. એમ. પી. એસ. ઇન્ટરનેશનલ સ્કૂલના બાસ્કેટબોલ ટુર્નામેન્ટના ઝળહળતા સિતારા
અંકલેશ્વર :- ગુજરાત રાજ્ય સબ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ટીમની પસંદગીનું આજરોજ રસુલાબાગ, ગામ દીવી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય પાત્રતા ધરાવનાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આર.એમ.પી.એસ. શાળામાંથી રાજ્ય કક્ષાના સ્તરે આઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. શાળાના સ્પોર્ટ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ અદભુત દેખાવ કર્યો હતો. શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન, પ્રિન્સિપલ શ્રી મેલરોય મેક ડોનાલ્ડ તથા સમગ્ર શિક્ષકોએ શુભેચ્છા પાઠવી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300