વિદેશી મહેમાનોને પાટણ ની રાણીની વાવનો ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટ્રી બતાવાઈ

વિદેશી મહેમાનોને પાટણ ની રાણીની વાવનો ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટ્રી બતાવાઈ
Spread the love

પાટણ

G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ પટોળા હાઉસ અને રાણકી વાવની મુલાકાતે: મહેમાનોનું કરાયું ભવ્ય સ્વાગત

પાટણ ખાતે G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ રાણકી વાવ પાટણની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં વિદેશી મહાનુભાવો આજે પાટણ શહેર ની મુલાકાતે છે. જે આવનાર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ ની પ્રસિદ્ધ અને ઐતિહાસિક રાણકી વાવ તેમજ પટોળા હાઉસ ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પટોળા ની વણાટ કલા નિહાળી ને મહેમાનો પરત જસે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પાટણ ની ઐતિહાસિક રાણકી વાવ જે મહેમાનોને રાણીની વાવનો ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવાઇ તેમજ વાવ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ પટોળા હાઉસની મુલાકાતે પણ પહોચ્યા જ્યાં આવનાર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ પાટણ નાં પટોળા વિષે તેની કલા વિશે અને પટોળા નાં વણાટ વિશે આવનાર મહેમાનો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના ઉપક્રમે જી-20 ઇવેન્ટમાં ભાગ લેવા આવનાર વિદેશી મહાનુભાવો આજે પાટણ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા.અને તેઓ ઐતિહાસિક ‘રાણકી વાવ તેમજ પટોળાની વણાટ કલા નિહાળીને પરત જશે તેવું સૂત્રો એ જણાવ્યું હતું. ત્યારે આ વિવિધ દેશોના પ્રતિનિધિઓને પાટણ શહેર માં આવેલ રાણકી વાવ પટોળા હાઉસ ની મુલાકાત લીધી હતી.

પાટણ શહેરમાં વિવિધ દેશોના પ્રતિનિધિ મહેમાનો બપોરના 12 વાગ્યા પછીના સમયે રાણકીવાવની મુલાકાતે પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.બુધવારે હેરિટેજ રોડ અને રાણકી વાવ વિસ્તારની મુલાકાત લેતા સાંઈબાબા મંદિરથી ખોડિયાર ચોકડીથી જીમ ખાના તરફ નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તાની સાફ સફાઈ અને બાવળ કટીંગ કરાયું તો હેરિટેજ માર્ગ પર દવાનો છટકાવ કરતા જોવા મળ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230719-WA0030-1.jpg IMG-20230719-WA0027-2.jpg IMG-20230719-WA0029-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!