રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

પાટણ, રાધનપુર
– રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો : 100 થી વધુ વૃક્ષો નું કરાયું વાવેતર
સુઈગામ તાલુકા ના નવાપુરા ગામે ડૉ. ખેતસી પટેલ ના વતન માં આવેલ કરણેસ્વર મહાદેવ ના મંદિર ના પ્રાંગણ મા રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. રોટરી પ્રમુખ ડૉ. વસંત ચૌધરી,સેક્રેટરી કલ્પેશ ઠક્કર, રોટેરિયન મિત્રો ડૉ. દેવજી પટેલ, ડૉ. પ્રવીણ ઓઝા, ડૉ. ખેતસી પટેલ, ડૉ. સી એમ, મોહનભાઇ સુથાર, મહેશ રાઠોડ, દિનેશભાઈ પમ્પવાળા,જયરાજસિંહ, હીરાભાઈ પટેલ,રણજિતસિંહ વાઘેલા,અમરતભાઈ, સુરેશ આઈનાઝ, ચિરાગ રાવલ, નવાપુરા ગામ ના યુવાનો આગેવાનો સરપંચ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવાપુરા ગામ ખાતે 100 જેટલા વૃક્ષ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો એ વૃક્ષ ના જતન ની જવાબદાર લીધી હતી. વૃક્ષારોપણ બાદ ડૉ ખેતશીભાઇ ના ઘેર આવેલ તમામ મહેમાનો એ સાથે ભોજન લીધું હતું તેમજ વૃક્ષો નાં જતન માટે અને પર્યાવરણ ને લઇને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે મીટીંગ માં ગ્રામજનો સહિત રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ અને સમસ્ત ગ્રામજનો એ ભાગ લીધો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300