હારિજ: ચેન સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

હારિજ: ચેન સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
Spread the love

પાટણ, હારીજ

પાટણ જિલ્લાના હારીજ તાલુકા શહેરમાંથી ગત તારીખ 17 ના રોજ સવારના આશરે 11.30 વાગ્યાના સુમારે એક મહિલા પોતાના ઘરેથી શાકભાજી લેવા માટે હારીજ ખાતે આવેલ કે.પી હાઇસ્કુલ આગળ આવેલ શાક માર્કેટમા જઈ રહ્યા હતા. જે દરમિયાન મોટર સાયકલ પર સવાર અજાણ્યા શખ્સ કે જેને માથાના ભાગે હેલ્મેટ પહેરેલ હતુ તેણે મહિલાના ગળામા પહેરેલ સોનાની ચેન આશરે 30 ગ્રામની બે તોલાની કિંમત રૂપિયા આશરે 81 હજારની ખેંચી પોતાના બાઈક પર નાસી છૂટયો હતો.

જે બનાવની ભોગ બનનાર મહિલા દ્વારા હારીજ પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવતાં હારીજ પોલીસે ચેનની ચીલઝડપ કરી ભાગી છૂટેલા બાઈક સવાર ઈસમને ઝડપી લેવા હારીજ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી તેમજ શકદારોની તપાસ કરી હતી.જે બાદ ચેન સનેચર કરનાર ઇસમની ઓળખ કરી પકડી પાડવામાં આવ્યો હતો અને એ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચેન સ્નેચીંગ નો ગુન્હો આચરનાર આરોપીને પકડી સોનાની ચેઇન રિકવર કરવામાં આવી તથા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ હેલ્મેટ,મોટર સાયકલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.આરોપીનું નામ લક્ષ્મણભાઇ ઉર્ફે લખન ભારમલભાઇ પરબતભાઇ રાઠોડ ઉવ.આ.35 રહે.માત્રોટા તા.સમી જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230719_190847-0.jpg IMG_20230719_190904-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!