ખેડા જિલ્લામાં વાઇરલ વધુ ન ફેલાય તે માટેની જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી

ખેડા જિલ્લામાં વાઇરલ વધુ ન ફેલાય તે માટેની જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી
Spread the love
  • ખેડા જિલ્લાના તમામ તાલુકામાં કુલ ૭૩,૦૩૨ લોકોનો સર્વે કરતા કુલ ૫૯ વાઇરલ કન્ઝ્કટીવાઇટીસના કેસો નોંધાયા
  • વસો તાલુકાના મિત્રાલ ગામે આંખના ટીપાનું વિતરણ તેમજ વિવિધ આઈ.ઈ.સી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી
  • જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને સૂચનાઓનું પાલન કરવા અપીલ

ખેડા જિલ્લામાં અમુક જગ્યાએ કલ્સટર વાઇરલ કન્ઝ્કટીવાઇટીસના કિસ્સાઓને ધ્યાનમાં આવતા વાઇરલ કન્ઝ્કટીવાઇટીસ જિલ્લાની પ્રજામાં વધુ ન ફેલાય અને તેની યોગ્ય સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આ રોગથી ગભરાવવું નહીં, ખોટી અફવાઓથી દુર રહેવું તેમજ આરોગ્ય તંત્ર દ્વારા જણાવેલ સૂચનાઓનું પાલન કરવું. વાઇરલ કન્ઝ્કટીવાઇટીસના કિસ્સામાં શું કરવું અને શું ન કરવું અંગેની જાણકારી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવી છે. પ્રથમ મહત્વપુર્ણ બાબત – personal hygiene પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા.

સાબુથી – સમયાન્તરે હાથ અને મોઢું ધોવું; ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, મોલ, ઈત્યાદીમાં સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવું; આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી; પોતાની જાતે ડોકટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ ચાલું ન કરવા ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા. પરીવારમાં જે દર્દીને કન્ઝ્કટીવાઇટીસની અસર થયેલ હોય, તેણે પોતાની હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તથા સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો.

વાઇરલ કન્ઝ્કટીવાઇટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી; તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ ફરી બતાવવા હોસ્પિટલ ખાતે જવું; અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માંથી રક્ષિત કરવી. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તા. ૧૬ જુલાઈના રોજ જિલ્લાના તમામ તાલુકામાં વાઇરલ કન્ઝ્કટીવાઇટીસનાં કેસોની શોધખોળ અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લાના તમામ તાલુકામાં સર્વે કરતા કુલ ૭૩,૦૩૨ લોકોનો સર્વે કરતા વસોમાં ૫૭ અને ખેડામાં ૦૨ કેસ નોંધાયા હતા. જે અંતર્ગત મિત્રાલ ગામમાં આખના ટીપાનું વિતરણ તેમજ વિવિધ આઈ.ઈ.સી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે.

-ગાંધીનગર-20230719_202741.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!